Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપને મોટો ઝટકો : સાવિત્રીબાઇ ફૂલે કોંગ્રેસમાં જોડાયા

લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશના બહરાઇચના સાંસદ સાવિત્રીબાઇ ફૂલેએ કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. દલિત સમાજનો અવાજ ગણાતા સાવિત્રીબાઇ ફૂલે લગભગ એક વર્ષથી વધુ સમયથી ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા.
સાવિત્રીબાઇ ફૂલેએ ભારતીય જનતા પાર્ટીને ‘દલિત વિરોધી’ પાર્ટી પણ કહી હતી. ગયા લોકસભા ઇલેક્શનમાં સાવિત્રીબાઇ ભાજપની ટિકિટ પર બહરાઇચથી ચૂંટાયા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમણે ભાજપ પર પોતાની અવગણના કરવાનો અને સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવીને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
સાવિત્રીબાઇ ફૂલે સિવાય સમાજવાદી પાર્ટીના નેતા અને ફતેહપુરના પૂર્વ સાંસદ રાકેશ સચાન પણ કોંગ્રેસ સાથે જોડાય ગયા છે. ઉત્તરપ્રદેશમા વાપસીની કોશિશમાં લાગેલી કોંગ્રેસ માટે આ બંને નેતાઓની વાપસી મોટી સફળતા તરીકે જોવાય રહી છે.

Related posts

પથ્થરબાજાે અને દેશદ્રોહીઓને સરકારી નોકરી અને પાસપોર્ટ નહીં મળે

editor

તેલંગણાના સિકંદરાબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં આગ ભભૂકી ઉઠતા ૮ લોકો જીવતાં ભુંજાયા

aapnugujarat

After Article 370 scrapping, Terrorism will end from Kashmir : Amit Shah

aapnugujarat

Leave a Comment

UA-96247877-1