Aapnu Gujarat
રાષ્ટ્રીય

તેલંગણાના સિકંદરાબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં આગ ભભૂકી ઉઠતા ૮ લોકો જીવતાં ભુંજાયા

તેલંગણાના સિકંદરાબાદમાં એક ઈ બાઈક શોરૂમમાં આગ લાગવાથી આઠ લોકોના ભૂંજાઈને મોત નિપજ્યા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના સોમવાર સાંજની છે. હૈદરાબાદ પોલીસ કમિશનર સીવી આનંદે કહ્યું કે આઠ લોકોના મોતના સમાચાર છે. ઘાયલોને ગાંધી અને યશોદા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ફાયરની બે ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે ઝઝૂમી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગમાં અનેક ઈ બાઈક પણ બળીને ખાખ થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમમાં આગ લાગ્યા બાદ ઈમારતના ઉપરના માળે આવેલા રૂબી લોજમાં ભારે ધૂમાડો ફેલાઈ ગઓ. ફાયર કર્મીઓએ ૯ લોકોને બચાવવામાં સફળતા મેળવી. આ ઘટનાથી ઈમારતમાં ખળભળાટ મચી ગયો. કેટલાક મહેમાનોએ કથિત રીતે પોતાને બચાવવા માટે બારીઓમાંથી છલાંગ મારી. રાજ્યના પશુપાલન મંત્રી ટી શ્રીનિવાસ યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ તથા રાહત અભિયાનની નિગરાણી કરી રહ્યા હતા. ભયાનક અકસ્માત પર પીએમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેલંગણાના સિકંદરાબાદમાં આગ લાગવાથી થયેલા મોતથી દુખી છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ઁસ્દ્ગઇહ્લ માંથી પ્રત્યેક મૃતકના પરિજનોને બે લાખ રૂપિયા સહાય આપવામાં આવશે અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા વળતર આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. પાસપોર્ટ ઓફિસ પાસે એક ચાર માળની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રિક વ્હીકલ શોરૂમમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સને ચાર્જ કરવામાં આવી રહ્યા હતા. આ કારણે ત્યાં શોર્ટ સર્કિટ થયું હોવાનું કહેવાય છે અને આગ લાગી. ધીરે ધીરે આખી ઈમારત આગની જ્વાળાઓ અને ધૂમાડામાં લપેટાઈ ગઈ. ગ્રાઉન્ડ ફ્લોરે ઈલેક્ટ્રિક વ્હિકલનો શોરૂમ અને ઉપરના માળો પર હોટલ અને રેસ્ટોરન્ટ આવેલી છે. હોટલમાં રોકાયેલા લોકો પણ આ દુર્ઘટનાથી ખુબ પ્રભાવિત થયા. શ્વાસ રૂંધાવાની સમસ્યા થઈ. અનેક લોકોએ આગથી બચવા માટે ત્રીજા-ચોથા માળેથી છલાંગ લગાવી હોવાનું કહેવાય છે.

Related posts

प्रधानमंत्री मोदी और श्रीलंका के पीएम राजपक्षे 26 सितंबर को द्विपक्षीय संबंधों पर करेंगे चर्चा

editor

ભારતે વિશ્વને કોરોના મહામારીથી બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા : પીએમ મોદી

editor

દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં બે ત્રાસવાદીઓ ઠાર મરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1