Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ફેબ્રુઆરીમાં ૧૭૨૨૦ કરોડનું રોકાણ

વિદેશી મૂડીરોકાણકારોએ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાં આશરે ૧૭૭૨૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ મૂડીરોકાણ નવેમ્બર ૨૦૧૭ બાદ સૌથી વધારે છે. વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો દ્વારા નવેમ્બર ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં ૧૯૭૨૮ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. ડિપોઝિટરીની પાસે હાલમાં ઉપલબ્ધ આંકડાઓના કહેવા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સાથે સાથે ૧૦૦૬૮૦.૧૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ રીતે ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં રોકાણનો આંકડો ૧૭૨૧૯.૬૨ કરોડ રહ્યો હતો. અલબત્ત આ પહેલા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૩.૮૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ભારતમાં હવે યોજાનાર સામાન્ય ચૂંટણી અને વૈશ્વિક પરિબળો ઉપર રોકાણકારોએ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ ંછે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ પ્રવાહ હવે સામાન્ય ચૂંટણી સુધી યથાવત રહે તેવી શક્યતા છે. વૈશ્વિક ઘટનાક્રમ ઉતારચઢાવવાળા જેવા મળી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રોકાણકારો ફરીવાર નાણાં રોકવા માટે આગળ આવશે. અન્ય જે પરિબળો વિદેશી મૂડીરોકાણકારોને હાલમાં પરેશાન કરે છે તેમાં ક્રૂડની કિંમતોમાં સતત ફેરફાર, કરન્સીમાં ઉતારચઢાવ અને માઈક્રો ઇકોનોમિક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. ગ્લોબલ ટ્રેડ વોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જોવા મળી રહી છે. આ તમામ પ્રકારના પરિબળો એફડીઆઈ પ્રવાહની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. એફપીઆઈ રોકાણકારો હાલ કેપિટલ માર્કેટ ઉપર વિશેષરીતે ધ્યાન આપી રહ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની સ્થિતિને લઈને પણ કારોબારીઓ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરી રહેલું આર્થિક વ્યવસ્થા તરીકે છે. ભારત દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થામાંથી એક છે. ચૂંટણી સુધી રોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવે તેમ માનવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૩.૮૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી.

Related posts

PM addresses National Convention of Swachhagrahis, launches development projects in Motihari

aapnugujarat

પબજી રમત ઉપર પ્રતિબંધ લગાવવા માટે રજૂઆત

aapnugujarat

इसबार डिजिटल जन गणना की जाएगी : गृहमंत्री अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1