Aapnu Gujarat
બિઝનેસ

૫ કંપનીની મૂડીમાં વધારો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૩૫૫૦૩ કરોડ રૂપિયાનો સંયુક્તરીતે વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસ, આઈટીસી, ઇન્ફોસીસ, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંક, એચયુએલ, એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં નોંધપાત્રરીતે ઘટાડો થયો હતો. ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૨૪૬૭૧.૯૩ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૭૪૭૩૪૩.૭ કરોડ રહી છે. આવી જ રીતે આઈટીસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડી ક્રમશઃ ૪૩૨૮.૮૩ કરોડ અને ૩૪૦૭.૫૫ કરોડ સુધી વધી છે. એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન વધારો થયો છે. બીજી બાજુ એચયુએલની માર્કેટ મૂડીમાં આ સપ્તાહ દરમિયાન ૭૧૧૦.૮૭ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. આરઆઈએલની માર્કેટ મૂડી ૩૭૩૯.૮૧ કરોડ ઘટી જતાં તેની માર્કેટ મૂડી ૭૭૭૫૬૪.૨ કરોડ રૂપિયા રહી છે.
માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ હજુ પણ પ્રથમ ક્રમાંક ઉપર છે. જ્યારે ટીસીએસ બીજા ક્રમાંક ઉપર છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ ઉછળીને ૩૬૦૬૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ ઉલ્લેખનીયરીતે વધારો નોંધાયો હતો.

Related posts

रिलायंस कॉम्युनिकेशंस से सैलरी नहीं लेंगे अनिल अंबानी

aapnugujarat

કુલ ૫ કંપનીઓની મૂડીમાં ૩૭,૨૧૪ કરોડનો વધારો

aapnugujarat

બ્રિટનમાં સ્ટીલ ઉત્પાદન માટે ૧.૨૫ બિલિયન પાઉન્ડના રોકાણના કરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1