Aapnu Gujarat
બ્લોગ

ભારતમાં ભયાનક દુકાળ, ૪૭ ટકા પ્રજાને અસર

આઇઆઇટી ગાંધીનગરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચાલું સમયમાં લગભગ ૫૦ ટકા દેશ દુકાળગ્રસ્ત છે. આ ૫૦ ટકા વસ્તીમાંથી લગભગ ૧૬ ટકા તો ભીષણ દુષ્કાળનો માર ભોગવી રહી છે. આ વૈજ્ઞાનિકો ચાલુ સમયમાં દુષ્કાળની ગણના કરવાનું કામ કરી રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના એસોસિયેટ પ્રોફેસર વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે, દેશમાં દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને આવનારી ગરમીની ઋતુમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે.દેશમાં દુષ્કાળને લઇને રિયલ ટાઇમ મોનિટરી સિસ્ટમ તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેમની ટીમમાં અમરદિપ તિવારી પણ સામેલ છે જે ભારતીય મોસમ વિભાગ પાસેથી વાતાવરણ સંબંધિત ડેટા એકત્રીત કરે છે. ત્યાર બાદ આ આકડાઓનો ઉપયોગ માટીની નમી અને બીજી વસ્તુઓ(દુષ્કાળ માટેજવાબદાર) ને સિમુલેટ કરવામાં આવે છે.
ત્યારબાદ આઇઆઇટી ગાંધીનગરમાં સ્થિત વોટર એંડ ક્લાઇમેટ લેબમાં આ સિમુલેશનના પરિણામ ભારતીય મોસમ વિભાગની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. લેબના પ્રમુખ મિશ્રાએ જણાવ્યું કે દેશની લગભગ ૪૭ ટકા વસતી દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, તેમાંથી તો ૧૬ ટકા ભીષણ દુષ્કાળ ગ્રસ્ત છે. આની જાણકારી અમને રિયલ ટાઇમ મોનિટેરિંગ સિસ્ટમથી મળી હતી જે આપણા દેશમાં જ વિકસાવવામાં આવ્યું છે.મિશ્રાએ આગળ જણાવ્યું અરૂણાચલ પ્રદેશમાં આ વર્ષે સારો વરસાદ થયો ન હતો અને ઝારખંડ, દક્ષિણી આંધ્રપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુના ઉત્તરના વિસ્તારો દુષ્કાળની ચપેટમાં છે. તેમણે ચેતાવણી આપી હતી કે આ વિસ્તારોમાં વરસાદ પહેલાં ખુબ જ વધારે ગરમી પડે છે, જેનાથી અહી સંકટ વધી શકે છે. તેમના પ્રમાણે આ દુષ્કાળથી દેશમાં પહેલાથી ચાલી રહેલા પાણીના જમિન ઉપર રહેલા સ્ત્રોતો ઉપર બોજ વધશે.
તેમણે કહ્યું હતું કે આપણે જમીનમાં રહેલા પાણીના સ્ત્રોતોમાં વધારો કરી રહ્યા નથી. ત્યાં બીજી તરફ દુષ્કાળથી આપણે ત્યાં વધુને વધું પાણી નિકાળી રહ્યા છીયે. જોકે અકાળ જેવી સ્થિતિ પેદા નહી થાય, પરંતું આ દુષ્કાળથી અર્થવ્યવસ્થા ઉપર મોટી અસર કરશે.વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે આવતા વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે દુષ્કાળના અણસાર વધુ છે. તેમણે જમીનમાં રહેલ પાણીના થતા બગાડ ઉપર કહ્યું કે આપણે ગ્રાઉન્ડ વોટરના સ્ત્રોતોમાં વધારો કર્યો નઇ અને તેમને સાચવ્યા પણ નઇ તો આવતા વર્ષોમાં ગંભિર પરિણામો ભોગવવા પડી શકે છે. સરકારે ગ્રાઉન્ડ વોટરની સાથે પાણીના સંરક્ષણ પર પણ ઠોસ ફેસલા લેવાની જરૂર છે. શહેરી વિસ્તારોના ઘરોમાં પાણીને સંરક્ષીત કરવાના ઉપાયો ડોલમાં ટીંપા સમાન છે.

Related posts

હરિયાણાની એક પેટા ચૂંટણીથી દિલ્હીમાં રાજકીય ગરમી

aapnugujarat

सदा मुस्कुराते रहिये

aapnugujarat

જૂથબંધી અને આંતરિક કકળાટ : કોંગ્રેસ કભી નહીં સુધરેગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1