Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા

ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. અને આ જિલ્લાના ગામડાઓમાં ઉનાળા દરમિયાન પાણીનો વિકટ પ્રશ્ન સર્જાય તેવી શક્યતા છે. ત્યારે તેનો ભોગ મુંગા પશુઓ પણ બને તેની ગ્રામજનોને ચિંતા જોવા મળી રહી છે. ઉનાળામાં પીવાના પાણીની સરહદી ગામડાઓમાં સમસ્યા સર્જાતી હોય છે. હાલ તો પાણી પુરવઠા વિભાગ થરાદ અને દિયોદર પાસે આવેલા પાણીના ફીલ્ટર પ્લાન્ટમાંથી પાઇપલાઇન દ્વારા સરહદી ગામડાઓને પાણી પહોંચાડે છે.
ક્યાંક પાઇપલાઇનમાં ભંગાણ હોય અથવા લાઇટ ફોલ્ટ હોય તો ટેન્કરો દ્વારા પણ પાના પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ છે.દિયોદરના દેવપુરાની થરાદના ભાપી ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી ફિલ્ટર પાણી પુરું પાડવામાં આવે છે. થરાદ અને વાવના ૩૦૦ જેટલા ગામડાઓમાં પાઇપલાઇન દ્વારા ફિલ્ટર પાણી મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઇ છે. અને ગ્રામજનો હાલ તો મુંગા પશુઓને પાણી પહોંચાડી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ જોતા ઉનાળામાં સરહદી ગામડામાં પાણીનો પોકાર ઉઠશે. તેમ મનાય છે.બનાસકાંઠા પહેલા પુર બાદમાં ગત વર્ષે અછતની સ્થિતિ સામનો કરી ચુક્યું છે. ત્યારે આગામી વર્ષે યોગ્ય વરસાદ થાય તો જ બનાસકાંઠા કુદરતી આપતિ સામે ઉભરી શકે તેમ છે.
હાલ તો સમગ્ર રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને પાણીની કિલ્લત અનુભવાતી નથી. પરંતુ ગતવર્ષે પડેલા ઓછા વરસાદના કારણે અછતની સ્થિતિ યથાવત છે. ત્યારે ઉનાળામાં તો પાણીનો પાકોર ઉઠવાનો છે. તે વાત ચોક્કસ છે.સુકાભઠ્ઠ દેખાતા આ દ્રશ્યો ઉનાળા પહેલા જ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જોવા મળતા પાણીની કિલ્લતના છે.
સરહદી વિસ્તારમાં પીવાના પાણીની રિયાલિટી ચેક માટે જ્યારે જીએસટીવીની ટીમ પહોંચી. ત્યારે રાધાનેસડા અને કુંડાળિયા સહિતના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા નહીવત છે. પરંતુ ઉનાળામાં તો પાણીની સમસ્યા સર્જાશે તે વાત ચોક્કસ છે સરહદી વિસ્તાર વાવ અને થરાદ ના ગામડાઓમા પીવાનું પાણી ટેન્કર દ્વારા પહોંચાડાય છે. જોકે પાણી પુરવઠા વિભાગ અમુક ગામડાઓમા પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યું છે.શિયાળા પણ તંત્રએ પાણી ન પહોંચાડ્યુ હોવાનો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. હાલ તો ભલે સરહદી વિસ્તારમાં પાણી પહોંચતું હોય. પરંતુ અછતના આ વર્ષમાં ઉનાળામાં પાણીનો પોકાર ઉઠે તે પહેલા તંત્ર આગોતરુ આયોજન કરે તે જરૂરી છે.

Related posts

રાજ્યમાં ૨૪મી ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે : રિપોર્ટ

aapnugujarat

દંપતીએ મંદિરમાં લગ્ન કર્યા છતા રજિસ્ટ્રારે મેરેજ સર્ટિફિકેટ કેમ ન આપ્યું : GUJARAT HCએ દંપતીએ મંદિરમાં લગ્ન કર્યા છતા રજિસ્ટ્રારે મેરેજ સર્ટિફિકેટ કેમ ન આપ્યું : GUJARAT HC

aapnugujarat

બાર કાઉન્સીલ ચૂંટણી : પ્રચાર માટેનો દોર અંતિમ તબક્કામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1