Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સીલ ચૂંટણી : પ્રચાર માટેનો દોર અંતિમ તબક્કામાં

ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની પ્રતિષ્ઠાભરી ચૂંટણી તા.૨૮મી માર્ચે યોજાનાર છે, તેને લઇને રાજયભરના વકીલઆલમમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે. ઉમેદવારો દ્વારા અમદાવાદ સહિત રાજયભરમાં તેમનો પ્રચાર છેલ્લા તબક્કામાં અને ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતની ચૂંટણીમાં વિધાનસભાના હાલના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત પાંચ જૂના સભ્યોએ જંગમાં ઝંપાલવ્યું નહી હોવાથી ઓછામાં ઓછા પાંચ નવા સભ્યો તો આવશે તે નક્કી છે તો બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય વિજયભાઇ એચ.પટેલ, જામનગરના મનોજ અનડકટ, મહેસાણાના કિશોર ત્રિવેદી, આઁણંદના સી.કે.પટેલ જેવા ઉમદવારોની જીત નિશ્ચિત મનાઇ રહી છે. તો બીજીબાજુ, બાર કાઉન્સીલની બહુ મોટા ગજાની ચૂંટણીમાં નવા ઉમેદવારો એટલે કે, નવા નિશાળીયાઓ માટે તો કપરા ચઢાણ છે. આ ચૂંટણીમાં એકબાજુ, માત્ર પ્રતિષ્ઠા અને હોદ્દાના શોખ ખાતર મેદાનમાં ઝંપલાવનારા ઉમેદવારો પણ છે તો બીજીબાજુ, વકીલોના હિત અને કલ્યાણકારી કાર્યો માટે હરહંમેશ સમર્પિત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ વિજય એચ.પટેલ જેવા સેવાભાવી અને દૂરંદેશી ઉમેદવારો પણ છે. ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય વિજયભાઇ એચ.પટેલ સમગ્ર રાજયમાં કદાચ એકમાત્ર વકીલ હશે કે જેમણે વકીલો માટેની મૃત્યુ સહાયમાં નોમીનીમાં પોતાના સંતાનો કે પરિવારજનોનું નામ લખવાને બદલે ગુજરાત બાર કાઉન્સીલનું નામ લખાવ્યુ છે, આ જ તેમની સમગ્ર વકીલઆલમ પ્રત્યેનો અનન્ય પ્રેમ, સમર્પિતતા અને પ્રતિબધ્ધતા દર્શાવે છે. રાજકીય કદ ધરાવતા અને વકીલોના હિત માટે કરેલા કલ્યાણકારી કાર્યોને લઇ ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય અને ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ વિજયભાઇ હરિશ્ચંદ્ર પટેલનો વિજય લગભગ નિશ્ચિત મનાઇ રહ્યો છે. આ એ વિજય એચ.પટેલ છે કે, જેમણે સને ૧૯૯૬માં બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાને ગાંધીનગર લોકસભા બેઠક પરથી હરાવ્યા હતા અને ૬૧ હજાર મતોની જંગી લીડથી વિજય મેળવ્યો હતો. દસ્ક્રોઇ બેઠક પરથી પણ વિજયભાઇ એચ.પટેલે તત્કાલીન મંત્રી માધુભાઇ ઠાકોરને હરાવી ધારાસભ્યપદે ચૂંટાઇ આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનના ઉપપ્રમુખ સમીર દવે, સિનિયર એડવોકેટ અરવિંદ પંડયા, દિનેશ વાળા, સુરેશ ભટ્ટ સહિતના જાણીતા વકીલો માની રહ્યા છે કે, જો વિજય એચ.પટેલ જેવા પીઢ, અનુભવી અને નિર્વિવાદ ઉમેદવાર બાર કાઉન્સીલમાં આવે તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડિયાના કન્સેપ્ટ પર ગુજરાત બાર કાઉન્સીલનું પણ ડિજિટલાઇઝેશન થઇ શકે. વિજયભાઇ એચ.પટેલ વકીલઆલમમાં લોકપ્રિય ધારાશાસ્ત્રી છે તેનું એક કારણ એ પણ છે કે, વિજયભાઇના વરિષ્ઠ પિતા શ્રી સ્વ.હરિશ્ચંદ્ર એલ.પટેલે વર્ષો પહેલાં એડવોકેટ વેલ્ફેર ફંડ એકટને રાજયમાં મરજિયાતપણે લાગુ પાડવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી અને વિજયભાઇ જયારે ભાજપના ધારાસભ્ય હતા ત્યારે તેમણે પણ એડવોકેટ વેલ્ફેર ફંડ એકટને રાજયમાં ફરજિયાતપણે લાગુ થાય તેનું બીલ પસાર કરાવવામાં સિંહફાળો આપ્યો હતો. જેના કારણે આજે પણ વકીલોને વેલ્ફેર ફંડની મૃત્યુસહાય અને માંદગી સહાયના મહત્વના લાભો મળી રહ્યા છે. બાર કાઉન્સીલનો વહીવટ કે સંચાલન કરવો એ સહેલુ નથી, તેના માટે વિજય એચ.પટેલ, મનોજ અનડકટ, કિશોર ત્રિવેદી જેવા જૂના મહારથીઓનું હોવું જરૂરી છે કે જેથી બાર કાઉન્સીલમાં સુશાસન પ્રસ્થાપિત થઇ શકે. બાર કાઉન્સીલમાં વિજય એચ.પટેલના કાર્યકાળ દરમ્યાન ગુજરાત લો હેરાલ્ડનું ઇલેક્ટ્રોનીક જર્નલ ચાલુ કરાવાઇ હતી, બાર કાઉન્સીલની ઓફિસ ખસેડીને ૬૦૦૦ સ્કવેર ફુટમાં કાર્યરત કરાઇ હતી, આવી તો અનેક વકીલોના હિતની પ્રવૃત્તિઓ વિજયભાઇએ કરી છે.
જો વિજયભાઇ એચ.પટેલ જેવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી બાર કાઉન્સીલમાં આવે તો, બાર કાઉન્સીલમાં ઇ-પેમેન્ટ, તમામ ફી અને પેમેન્ટ ઓનલાઇન સ્વીકારવા, વકીલોને કોઇ ફરિયાદ કે રજૂઆત હોય તો કમ્પલેઇન પોર્ટલ/ઇન્ફર્મેશન પોર્ટલ, વકીલોના ડેટાનું ડિજીટલાઇઝેશન, તમામ ઠરાવો-ઓનલાઇન સહિત બાર કાઉન્સીલનું ડિજીટલાઇઝેશન શકય બને અને ગુજરાતભરના વકીલઆલમનેતે ઘણું ઉપયોગી અને લાભકર્તા સાબિત થાય. નોંધનીય છે કે, વિજયભાઇની ઓફિસ દ્વારા વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના કેસો વિનામૂલ્યે લડાય છે, જે સેવાની પ્રથા તેમના પિતાની પરંપરાથી આજે પણ ચાલી આવે છે. વિજયભાઇની સાથે સાથે જામનગરના મનોજ અનડકટ, મહેસાણાના કિશોર ત્રિવેદી, આઁણંદના સી.કે.પટેલ, બકુલેશ પંડયા જેવા ઉમદવારોની જીત નિશ્ચિત મનાઇ રહી છે. વકીલઆલમમાં આ તમામ ઉમેદવારોને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે, જો આ જૂના મહારથીઓ બાર કાઉન્સીલમાં આવે તો તેનો વહીવટ અને સંચાલન સુચારુ, પારદર્શક અને તટસ્થતાપૂર્વક શકય બને.

Related posts

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા

aapnugujarat

२२ को पीएम नर्मदा पम्पिंग स्टेशन का लोकार्पण करेंगे

aapnugujarat

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડ : યશપાલ અને ઇન્દ્રવદનના રિમાન્ડ મંજૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1