Aapnu Gujarat
બ્લોગ

યુદ્ધનો ઉન્માદ પાકિસ્તાનને ભારે પડશે

ભારતે ’સર્જિકલ સ્ટ્રાઈક’ કરીને જોઈ લીધું હતું કે પાકિસ્તાન કેવી રીતે પ્રતિસાદ આપશે. એ સમયે એ હુમલો કદાચ નાનો અને સ્થાનિક સ્તર ઉપર હતો એટલે ’કંઈ નથી થયું’થી કામ ચાલી ગયું.પરંતુ આ વખતે ભારતીય વિમાનોએ માત્ર વિવાદાસ્પદ કાશ્મીર જ નહીં, પરંતુ ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતના બાલાકોટ વિસ્તાર સુધી પહોંચી ગયા હતા.બાલાકોટમાં કોઈ કૅમ્પનો નાશ થયો કે નહીં, તે બીજા નંબરની વાત છે, પરંતુ તેની મૂળ ચિંતા એ છે કે ’દુશ્મન’ના વિમાન દેશની હવાઈ સરહદોની અંદર ઘૂસી આવ્યા.વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર માટે આ મુદ્દો કેટલો મોટો પડકાર છે અને પાકિસ્તાન તેને કેવી રીતે પહોંચી વળશે? હવે પાકિસ્તાન પાસે કયા-કયા વિકલ્પ છે?છેલ્લા એક દાયકા દરમિયાન પાકિસ્તાનની હવાઈસીમાનો પ્રથમ વખત ભંગ નથી થયો. પાકિસ્તાનનું કહેવું છે કે સરહદ પાર કરવી એટલે લાલ લીટી પાર કરવી. પાકિસ્તાન વારંવાર ધમકી આપતું રહે છે, પરંતુ અમેરિકાની સેનાએ એ બે વખત આ બાબતનું જરા પણ ધ્યાન નથી રાખ્યું.પાકિસ્તાનની પશ્ચિમી સરહદ ઉપર મહંમદ ઍજન્સીમાં અમેરિકાના હેલિકૉપ્ટરોએ પાકિસ્તાની ચોકી ઉપર હુમલો કરીને તેના ૧૧ સિપાહીઓની હત્યા કરી નાખી હતી.જેને લઈને અમેરિકાએ માફી ના માગી ત્યાં સુધી પાકિસ્તાને નાટો સૈન્ય માટે અફઘાનિસ્તાન મોકલાવાઈ રહેલા હથિયાર અને રાશનનો પુરવઠો અટકાવી દીધો હતો.પરંતુ ભારતના મુદ્દે સ્થિતિ થોડી અલગ છે. આજે પણ પાકિસ્તાનની સેના ભારતને તેનો પહેલા નંબરનું દુશ્મન ગણે છે.એવી ધારણા છે કે આટલા મોટા સ્તરનો હુમલો બિલકુલ અવગણવામાં નહીં આવે. પશ્ચિમ બાદ પૂર્વમાં પણ હવાઈ સરહદનો ભંગ થાય તે પાકિસ્તાન પચાવી નહીં શકે.કદાચ ઈમરાન ખાનની સરકાર પાસે આ જ એ સમય છે કે જ્યારે તે દુનિયાને દેખાડે કે પાકિસ્તાન એવો દેશ છે કે જેની કોઈ ઇજ્જત છે.આ મુદ્દો એક દેશ કરતાં વધુ પાકિસ્તાની સેનાની ઇજ્જતનો પણ છે.પાકિસ્તાનની સરકારે આપેલું નિવેદન ’જવાબ આપવાનો અધિકાર ધરાવીએ છીએ અને અપની પસંદગીના સમયે તથા સ્થળે જવાબ આપીશું.’ ચિંતા જન્માવે છે.જાણકારોનું માનવું છે કે પાકિસ્તાની સેના ચોક્કસપણે તેનો જવાબ આપશે. તે કાશ્મીરમાં હશે કે અન્યત્ર ક્યાંય, તે અંગે ચોક્કસપણે કશું ન કહી શકાય. ચોક્કસપણે તેની તૈયારી શરૂ થઈ ગઈ હશે.’નેશનલ કમાન્ડ ઑથોરિટી’ પાકિસ્તાનના પરમાણુ હથિયારોની વ્યવસ્થા સંભાળે છે. ત્યારે તેની બેઠક બોલાવી એ ખૂબ જ ખતરનાક બાબત માની શકાય.યુદ્ધ વિરોધીઓનું માનવું છે કે ઈમરાન ખાન તેમની બીજી કોઈ વિખ્યાત વાત ઉપર યૂ-ટર્ન લે કે ન લે, પરંતુ યુદ્ધ મુદ્દે ચોક્કસથી લઈ લે. તેમનું માનવું છે કે આ કાંઈ પિકનિક નથી કે જેને મન પડે તે આવી જાય.એ વાત અલગ છે કે પાકિસ્તાને તેમને બંધ ગલીમાં ઘેરી લીધા છે. હવે ઈમરાન ખાને નિર્ણય કરવાનો છે કે ’પ્લે ટૂ ગૅલેરી’ કરવું કે વધુ પરિપક્વ નીતિ અખત્યાર કરવી.પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આશિફ ગફૂરે કહી દીધું છે કે ’ચોક્કસપણે જવાબ આપવામાં આવશે અને તે અલગ હશે.’યુદ્ધની રણનીતિ ઉપરાંત ઈમરાન ખાને ડિપ્લોમેટિક સ્તરે પણ સક્રિય પ્રયાસો કરવાની જાહેરાત કરી છે. વિશ્વના નેતાઓને ભારતની ’બેજવાબદાર’ નીતિ અંગે સાવચેત કરવામાં આવશે. તે સારી વ્યૂહરચના હોય શકે છે.જોકે, બાલાકોટમાં કાર્યવાહી કરતાં પહેલાં ભારતે કેટલા વૈશ્વિક નેતાઓને વિશ્વાસમાં લીધા હતા, તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. જો આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સહમતિ હોય તો પાકિસ્તાન પાસે એકમાત્ર ચીનનો વિકલ્પ રહે છે, જેની પાસેથી તે સમર્થનની આશા રાખી શકે.જોકે, સામાન્ય માન્યતા તો એવી છે કે સૈન્ય કાર્યવાહીની ટીકા કરતું પરંપરાગત નિવેદન બધાય આપે.લાંબા સમયથી ભારત દ્વારા પાકિસ્તાનને ડિપ્લોમેટિક સ્તરે અલગ પાડી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.ઈમરાન ખાન સિવાય કેટલાક લોકોના મનમાં એ સવાલ છે કે ’બાજવા સિદ્ધાંત’નું શું થશે? આ સિદ્ધાંત મુજબ પાકિસ્તાનની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાને સ્થાનિક શાંતિના સમર્થક જાહેર કરવામાં આવ્યા છે.આ નીતિ મુજબ ભારત સાથેના તમામ મુદ્દાઓને કોરાણે મૂકીને સારા સંબંધ સ્થાપિત કરવા પ્રયાસ કરશે, ત્યારે હવે શું બાજવાનો સિદ્ધાંત ભૂતકાળની વાત બની જશે?યુદ્ધ અને કૂટનીતિક મામલે જે કાંઈ થાય, ઈમરાન ખાન અને જનતાની ખરી ચિંતા પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિની છે. હાલ પાકિસ્તાન એવી પરિસ્થિતિમાં નથી કે યુદ્ધને સહન કરી શકે.સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન વિદેશી દેવા પર નભી રહ્યું છે. તે દર મહિને ઉધાર લઈને વિદેશી દેવાની વ્યાજની માસિક ચુકવણી કરી રહ્યું છે. હાલ જે પરિસ્થિતિ છે તેમાં પાકિસ્તાન છ દિવસનું યુદ્ધ પણ સહન કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જો જંગ થઈ તો આ લડાઈમાં પાકિસ્તાનનો દેવાળુ ફુંકાઈ જશે. તમને જણાવી દઈએ કે બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સની સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના શેર બજારમાં કડાકો થયો છે. મંગળવારે રાત્રે ભારતીય હવાઈ દળે પાક.નાં ઘરમાં ઘુસીને એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ છે. એર સ્ટ્રાઈકને કારણે પાકિસ્તાનાં શેરબજારમાં હડકંપ મચી ગયો છે. આજે સવારે ભારતીય શેર બજારો તેજી સાથે ખુલ્યા તો બીજી તરફ પાકિસ્તાનાં કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ભાર પછડાટ જોવા મળી છે.કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ૧૫૦૦ સુધી નીચે ગઈ છે. છેલ્લા બે દિવસમાં પાકિસ્તાની શેરબજારમાં ૨૦૦૦ સુધી નીચે ગઈ છે. આ પહેલા મંગળવારે જ ઇન્ડેક્સ ૭૮૫.૧૨ અંક એટલે કે ૧.૯૮ ટકા સુધી નીચે પટકાઈને ૩૮,૮૨૧.૬૭ પોઈન્ટ પર બંધ થયું હતું.ગત ૧૪ ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલા બાદ બન્ને દેશો ભારેલો અગ્નિ જોવા મળતો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આર્થિક મોરચે અનેક નિર્ણયો લઈને તેની કમર તોડી નાંખી છે. આવી સ્થિતીમાં અત્યાર સુધીમાં કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ૬ ટકા સુધીનું ભારે સનુકસાન થયાનાં અહેવાલ મળી રહ્યા છે.શેરબજાર નીચે જતા પાક. રોકાણકારોનાં કરોડો રૂપિયા ડુબી ગયા છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતી જોતા એવું લાગે છે કે,પાકિસ્તાનની મુશ્કેલી વધી રહિ છે. શેરબજારનાં નિષ્ણાંતોનાં જણાંવ્યા પ્રમાણે પાકિસ્તાની રોકાણકારોનાં પૈસા પાણીમાં ગયા છે. આર્થિક રીતે પાકને ફટકો પડતા પાક.નાં શેરબજારનાં રોકાણકારો ઇમરાનખાનની સરકારને શાંતિની અપીલ કરી રહ્યા છે.અગાઉ વિદેશી હુંડિયામણનાં સતત રોકાણ બાદ રોકાણકારોની ખરીદારી વચ્ચે ૩૦૦ અંકથી વધારેનો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફઅટી ૧૦,૯૦૦ કરતા ઉપર ગયું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદનાં અડ્ડા પર હવાઈ હુમલા કર્યા બાદ મંગવારે સેન્સેક્સ ૨૩૯.૬૭પોઈન્ટ પર બંધ થયો હતો. બ્રોકરોનું કહેવું છે કે એશિયાઈ બજારોમાં મજબૂત લેવાલીને પગલે વિદેશી રોકાણકારોએ રોકાણ કરતાં ઘરેલુ શેરબજારમાં તેજીનો માહોલ છે.પીઓકે આતંકવાદી કેમ્પમાં આઇએએફનાં હવાઈ હુમલા પછી પાકિસ્તાન આખું ભયભીત છે. આ પહેલા પણ પાકિસ્તાન યુએનનાં શરણમાં આશ્રય લીધો હતો. આવા સંજોગોમાં યુદ્ધનો ભય પણ વ્યક્ત કરવામાં આવે છે. ઠીક છે આપણે તમને જણાવીએ કે ભારતીય સેના વિશ્વનું સૌથી ચોથું મોટું બળ છે. ધ સ્પેક્ટેટર ઇન્ડેક્સના અહેવાલ અનુસાર ભારતીય સેનાએ ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે પાકિસ્તાનની સૈન્ય પ્રથમ ૧૫ નંબરમાં પણ નથી. અને જો જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૪૭માં આઝાદી મળી પછી કાશ્મીર મુદ્દે બે વખત યુદ્ધ થયું છે.

Related posts

પૉલિગ્રાફ ટેસ્ટઃ જૂઠ બોલે કૌઆ કાટે, ખરેખર?

aapnugujarat

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી : ૨૦૨૬ સુધી મોદી જ રહેશે દેશના શહેનશાહ

aapnugujarat

અભિનય, લેખન, દિગ્દર્શનનો સમન્વય એટલે નીરજ વોરા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1