Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાકિસ્તાન પરથી ભારતનાં વિમાનો ઉડાણ ભરશે નહીં

પાકિસ્તાન સાથે સંબંધો ખરાબ થયા બાદ હવે પાકિસ્તાન ઉપર પણ કોઇપણ ભારતીય વિમાન ઉડાણ ભરશે નહીં. રુટ અંગે નિર્ણય એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આજે સવારે પાકિસ્તાની હવાઈ દળના વિમાનો ભારતીય એરસ્પેશનો ભંગ કરીને ભારતમાં ઘુસી ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાને પોતાના એરસ્પેશના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. દિલ્હી એર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, લાહોર દ્વારા એરસ્પેશ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે પાકિસ્તાની આકાશ પરથી વિમાન ઉડાણ ભરશે નહીં. પાકિસ્તાન પરથી હાલમાં ભારતીય વિમાનો ઉડાણ ભરી રહ્યા હતા. એરઇન્ડિયાએ પશ્ચિમ તરફ જતાં વિમાનો માટે નવા રુટ નિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો છે. આજે બપોર બાદ દિલ્હીથી યુરોપ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉંડાણ ભરનાર હતી પરંતુ પાકિસ્તાનના હવાઈ રસ્તા મારફતે જવાના બદલે અન્ય રુટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન થઇને પશ્ચિમી દેશો તરફ ફ્લાઇટો રવાના થઇ હતી. હવે ફ્લાઇટોના રુટ ફરીથી નક્કી કરવામાં આવશે. નવા રુટની જાહેરાત ટૂંકમાં જ કરવામાં આવશે. એર ઇન્ડિયા દ્વારા પહેલાથી જ તૈયારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના હવાઈ રસ્તાના બદલે વિકલ્પ એ છે કે, ઉત્તર ભારતીય એરપોર્ટ પરથી ઉડાણ ભરવામાં આવે. દિલ્હીથી ઉડાણ બાદ મુંબઈ થઇને મસ્કત અને અન્ય નિર્ધારિત શહેરો અને દેશમાં વિમાન જશે. રુટમાં ફેરફારથી દિલ્હીથી યુરોપ જવામાં અમે અમેરિકા જવામાં હાલમાં જે સમય લાગે છે તેના કરતા એક બે કલાક વધુ સમય લાગશે. એર ઇન્ડિયા રુટ નક્કી કરનાર છે.

Related posts

Nearly 650 govt-employed doctors resign in West Bengal

aapnugujarat

महाराष्‍ट्र में दिवाली के बाद खुलेंगे स्‍कूल और मंदिर

editor

કંપનીઓ નંબર પ્લેટ સાથેની કાર લાવશે : ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1