Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિસ્ફોટક સ્થિતિ વચ્ચે પાક.નું એફ-૧૬ વિમાન તોડી પડાયું : દિલ્હીમાં બેઠકોનો દૌર

પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહીરુપે ભારતીય હવાઈ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ સ્થિતિ ખુબ જ વિસ્ફોટક બની ગઈ છે. ભારતના હવાઈ હુમલાથી પરેશાન થયેલા પાકિસ્તાને આજે સવારે ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા. આજે સવારે પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન નૌશેરા સેક્ટરમાં ઘુસી ગયું હતું અને પરત ફરતી વેળા કેટલાક બોંબ પણ ઝીંક્યા હતા. જો કે, આમા કોઇ નુકસાન થયું હોવાની માહિતી મળી નથી. જો કે, ભારતમાં પાકિસ્તાનના વિમાન ઘુસ્યા બાદ એક વિમાનને હવાઈ દળના વિમાનોએ પીછો કરીને તોડી પાડ્યું હતું. એફ-૧૬ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ભારતીય હવાઈ દળના જવાબી પગલામાં એફ-૧૬ તુટી પડ્યું હતું અને આ વિમાન પાકિસ્તાની ક્ષેત્ર લામમાં પડ્યું હતું. પાયલોટ અંગે માહિતી મળી શકી નથી.
આ પહેલા બે યુદ્ધ વિમાનના ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાના અહેવાલ આવ્યા હતા અને તેમને ખદેડી મુકવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. નવેસરની કાર્યવાહી મુજબ પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ભારતની જવાબી કાર્યવાહીમાં આ વિમાન તોડી પડાયું હતું. પાકિસ્તાનના વિદેશમંત્રી અને સાંસદો દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી ભારત દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદથી જ ધમકી આપવામાં આવી રહી હતી જેથી ભારતીય સેના પહેલાથી જ સજ્જ હતી અને એલર્ટ ઉપર હતી. દિલ્હી, મુંબઈ સહિત દેશભરમાં એલર્ટ વચ્ચે પાકિસ્તાની વિમાનોએ ઘુસણખોરી કરી હતી પરંતુ ભારતીય હવાઈ દળે પાકિસ્તાની વિમાનોને ખદેડી મુક્યા હતા. પાકિસ્તાની એરફોર્સના એફ-૧૬ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. જો કે, ભારતીય સેના દ્વારા વિમાનનો પીછો કરાયો ત્યારે કેટલાક બોંબ ઝીંકવામાં આવ્યા હતા. જો કે, આના લીધે કોઇ નુકસાન થયું નથી. પાકિસ્તાની એરફોર્સના બે જેટ ત્રણ કિમી સુધી ભારતીય ક્ષેત્રમાં ઘુસ્યા હતા. ભારતીય એરફોર્સ તરફથી કાર્યવાહી કરાતા પાકના જેટ પરત ફર્યા હતા. પરત જતી વેળા કેટલાક બોંબ ઝીંકાયા હતા. જો કે, આના લીધે કોઇ નુકસાન થયું નથી. પાકિસ્તાની વિમાનમાંથી પાયલોટ પેરાશૂટથી નીકળી ગયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. બીજી બાજુ બેઠકોનો દોર આજે પણ જારી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વિસ્ફોટક સ્તરે પહોંચ્યા બાદ આજે પણ બેઠકોનો દોર જારી રહ્યો હતો. ભારતમાં ટોપ સ્તરે બેઠકો જારી રહી હતી. મોડી સાંજે ભારતીય સેનાના વડા બિપીન રાવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ઉભી થયેલી સ્થિતિ અંગે તેમને વાકેફ કર્યા હતા. સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ બિપીન રાવત વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા હતા.
બેઠકમાં અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ સરહદ પર તંગદિલી વચ્ચે ટોપ સ્તર પર બેઠકોનો દોર જારી રહ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અગાઉ વાતચીત કરી હતી. ત્યારબાદ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહે હાજરી આપી હતી. એનએસએ ઉપરાંત ગૃહ સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકોના દોર વચ્ચે ઉભી થયેલી સ્થિતિ ઉપર પણ નજર રાખવામાં આવી રહી હતી. રાજનાથસિંહે રાજ્યોના ટોપ સુરક્ષા લીડરો સાથે બેઠક યોજી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ બેઠકોનો દોર જારી રાખ્યો હતો. ચીન અને રશિયાની સાથે સુષ્મા સ્વરાજે બેઠક યોજી હતી. ભારતે જવાબી કાર્યવાહી કર્યા બાદથી જુદા જુદા દેશોને પણ માહિતી આપવામાં આવી રહી છે. આતંકવાદના હુમલા બાદ તમામ દેશો ભારતની નીતિ સાથે ઉભા થયેલા છે.
આજે ઘટનાક્રમના દોર વચ્ચે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને આર્મી વડા બિપીન રાવત, ચીફ ઓફ એરસ્ટાફ એરચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનોવા, નેેવી ચીફ એડમિરલ સુનિલ લાંબા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં હાલમાં ઉભી થયેલી સુરક્ષા સ્થિતિ ઉપર ચર્ચા થઇ હતી.

Related posts

मद्रास HC ने पतंजलि की कोरोनिल के ट्रेडमार्क पर लगाई रोक

editor

पीएम किसान सम्मान निधि स्कीम में हुआ फर्जीवाड़ा, 5.38 लाख लाभार्थी निकले फर्जी

editor

દિલ્હી-અમરોહા સહિત અનેક સ્થળોએ એનઆઇએના દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1