Aapnu Gujarat
બ્લોગ

ઠંડા પાણીએ નહાવાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે

ગરમ કરતા ઠંડા પાણીએ નહાવાથી માનસિક તણાવ અને લોહીના દબાણમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત માસ પેશીઓ મજબૂત બનવાથી માંડીને ઇમ્યૂન સિસ્ટમને પણ ફાયદો કરે છે. એક હેલ્થ પત્રિકામાં છપાએલા આર્ટિકલ મુજબ ૯૦ દિવસ સુધી સતત ઠંડા પાણીએ નહાવાથી ૨૯ ટકા લોકોની તબિયતમાં સુધારો થયો હતો. ઠંડા પાણીએ નાહવાથી માત્ર કમકમાટી આવે છે તેના સિવાય ખાસ કશું જ નુકસાન થતું નથી.
આ સ્ટડીમાં ગરમ પાણી અને ત્યાર બાદ ૯૦ સેકન્ડ સુધી કોલ્ડ શાવર કરવાનું કહેવામાં આવ્યું હતું. નિયમિત કોલ્ડ શાવરથી શરદી, ફલુ કે કોઇ બીમારી પણ થતી નથી. આ ઉપરાંત ઠંડા પાણીએ નહાવાથી જે ઉર્જા વધે છે કે કેફીન કરતા પણ વધારે હોય છે. હાથ પગને ઠંડા લાગે છે પરંતુ તે સહન કર્યા પછી રાહતનો અનુભવ થાય છે. નુકસાનકારક રસાયણો બહાર નિકળી જાય છે આથી તણાવ ઓછો થવા લાગે છે.
જો કે બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે ઠંડા પાણીથી મગજને ઝાટકો લાગે છે આથી ડિપ્રેશન જેવી સ્થિતિ પણ સર્જાય છે. જો કે ઠંડા અને ગરમ પાણીથી નહાવું એક આદત હોય છે. જો કે ઘણા માને છે કે ઠંડા પાણીથી માંસપેશીઓની ફલેકસિબિલિટી ઘટે છે. ઉંમરલાયક હોય અને હ્વદયને લગતી બિમારી હોયતો બેભાન થઇ શકો અથવા તો તેનાથી નુકસાન થઇ શકે છે. કોલ્ડ શાવરને લગતા કોઇ જ કલીનિકલ ટ્રાયલ થયા નથી પરંતુ ગરમ પાણીથી નાહવાથી અંડકોશનું તાપમાન વધી જાય છે આથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે.

Related posts

હિન્દી બેલ્ટ જીતવા મોદીનો માસ્ટર સ્ટ્રોક

aapnugujarat

પુર્વોત્તરમાં ઝળહળતી સફળતા બાદ હવે મિશન સાઉથ

aapnugujarat

૨૦૧૮માં આવશે સૌથી મોટા ભૂકંપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1