Aapnu Gujarat
મનોરંજન

લિવ-ઇન રિલેશનશિપ અયોગ્ય નથી : કૃતિ સેનન

લિવ-ઇન રિલેશનશિપ અને મેરેજના સંબંધોની વાત રજૂ કરતી ફેમિલી ડ્રામા ‘લુકા છુપી’માં લીડ રોલ પ્લે કરી રહેલી કૃતિ સેનનનું માનવું છે કે, મેરેજ પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું જરાય અયોગ્ય નથી. તે માને છે કે, મેરેજ પહેલાં બંને પાર્ટનર્સ એકબીજા પ્રત્યે સહજ થાય એ માટેની આ બેસ્ટ રીત છે. કેમ કે, મેરેજ પછી સંબંધો બરાબર ન રહે તો વધારે સમસ્યા થાય છે. એટલા માટે બંને પાર્ટનર્સ લિવ-ઇન દ્વારા પરસ્પર કમ્પેટિબિલિટી ચેક કરી શકે છે.
કૃતિ કહે છે કે, ‘મેરેજ સિસ્ટમ અને લિવ-ઇનમાંથી કોઈ એકની વાત હોય તો મને મેરેજમાં વિશ્વાસ છે, પરંતુ આ મામલે હું બીજા કોઈને જજ નથી કરતી. લિવ-ઇનના મામલે આપણા દેશમાં લોકો અલગ જ રીતે જજ કરે છે. હું લિવ-ઇન રિલેશનશિપને જરાય અયોગ્ય માનતી નથી. કેમ કે, ક્યારેક બંને પાર્ટનર્સ મેરેજ કરવા બાબતે સ્યોર નથી હોતા. ક્યારેક છોકરી પણ જેની સાથે મેરેજ થવાના હોય એ છોકરાની સાથે કમ્પેટિબિલિટી ચેક કરવા ઇચ્છતી હોય છે. આવી સ્થિતિમાં લિવ-ઇનમાં રહીને સંબંધને સારી રીતે સમજી શકાય છે.
આ એક્ટ્રેસ વધારે કહે છે કે, ‘સામાન્ય રીતે આપણે લાઇફમાં એક જ વખત મેરેજ કરીએ છીએ. મારી દૃષ્ટિએ એ યોગ્ય છે. જો તમે કોઈની સાથે આખું જીવન સ્પેન્ડ કરવાના મામલે પાક્કો નિર્ણય નથી લઈ શકતા તો લિવ-ઇન રિલેશનશિપ ખોટું નથી.

Related posts

કરણ સાથે ફિલ્મોની ઓફર મળી રહી છે : બિપાશા

aapnugujarat

राहुल गांधी के वंशवाद वाले बयान पर भड़के ऋषि कपूर

aapnugujarat

સુમોના ચક્રવર્તીની ચામડી બળી ગઈ..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1