Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઝારખંડમાં ૩ બંડખોરો ઠાર

ઝારખંડના ગુમલામાં માઓવાદીઓ સામે આજે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. આજે વહેલી સવારે સીઆરપીએફ અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પીપલ્સ લિબ્રેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના ત્રણ કટ્ટરપંથીઓ ઠાર થયા હતા. ઘટનાસ્થળથી બે એકે ૪૭ રાયફલ અને મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બાતમીના આધારે સુરક્ષા દળોએ ગુમલાના કામદારામાં નક્સલીઓને ઘેરી લઇને તેમને શરણાગતિ સ્વીકારવા માટે કહ્યું હતું પરંતુ નક્સલવાદીઓએ જોરદાર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રણ બંડખોરો ઠાર થયા હતા. તેમની પાસેથી એકે ૪૭ મળી આવી હતી. ઝારખંડના પશ્ચિમી વીરભૂમ જિલ્લામાં ગયા મહિને અથડામણ થઇ હતી જેમાં પાંચ નક્સલીઓ ઠાર થયા હતા. ઝારખંડના ૧૯ જિલ્લા હજુ પણ નક્સલવાદીઓના સકંજામાં છે જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે.

Related posts

કોરોનાની બીજી લહેર જીવલેણ, ૬ મહિના બાદ ૮૧ હજાર નવા કેસ

editor

પીએમ સાથેની સર્વપક્ષીય બેઠકમાં મહેબૂબા મુફ્તી સામેલ નહીં થાય

editor

ઝારખંડમાં મોડી રાત્રે નકસલીઓએ બોમ્બથી ભાજપનું કાર્યાલય ઉડાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1