Aapnu Gujarat
ગુજરાત

ભાજપ સૈનિકોનું બલિદાન ભૂલી વોટ મેળવવા સક્રિય : અર્જુન મોઢવાડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ આજે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કે, ભાજપ સત્તા માટે સૈનિકોનું બલિદાન ભૂલી વોટ મેળવવામાં સક્રિય છે, ચૂંટણી ટાણે જ ભાજપને ખેડૂતો અને સૈનિકો યાદ આવે છે. રોવાનું ખોટુ નાટક કરવું એ ભાજપની જૂની આવડત છે. મોઢવાડિયાએ સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યુ હતું કે, ગુજરાત લોકસભાની આગામી ચૂંટણીમાં તેઓ ઝંપલાવવાના નથી પરંતુ કોંગ્રેસની જીત અને મહત્તમ બેઠકો હાંસલ થાય તે માટે તેઓ બહુ અસરકારક રીતે પ્રયત્નશીલ રહેશે. રાજકોટ જિલ્લા પંચાયત, કોંગ્રેસના પ્રમુખના બંગલે કોંગ્રેસની યોજાયેલી પત્રકાર પરિષદમાં અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, ભાજપ રાજકીય સ્વાર્થ માટે લોકોનું બલિદાન, સૈનિકોનું બલિદાન ભૂલી માત્ર વોટ મેળવવા પ્રયત્નશીલ છે. ચૂંટણી સમયે ભાજપને ખેડૂતો અને સૈનિકો યાદ આવે છે. રોવાનું નાટક કરવું તે ભાજપની આવડત છે. વડોદરામાં દેશના જવાનોની શહીદીના નામે વોટ મેળવવાની અપીલ ભરત પંડ્‌યાએ કરી હતી. મોઢવાડિયાએ ઉમેર્યું કે, રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ભાજપ ગુંડાઓને રાજ્યાશ્રય આપી રહી છે. જેના લીધે ગુનાખોરી કાબૂમાં આવતી નથી. રાજકોટમાં રોજ ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવો બને છે. ચૂંટણી આવે એટલે સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા ખેડૂતો માટે છેતરામણી જાહેરાતો કરે છે. ખેડૂતોને બે હજાર આપે છે જે એમની મજાક છે. હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી અને આ અંગે મેં મારા આગેવાનોને મારા મનની વાત જણાવી છે. ૧૯૬૧ પછી પ્રથમ વખત ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક તા.૨૮મીએ અમદાવાદ ખાતે યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાત આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી અમદાવાદ આવશે. ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા અને જન સંમેલન પણ યોજવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો.

Related posts

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘નિષ્કુળાનંદ કાવ્ય – 3 ભક્તિનિધિ અને કલ્યાણનિર્ણય’

aapnugujarat

तापमान कम होने के बावजूद ऊी गर्मी की लहर जारी

aapnugujarat

એનડીએ સુશાસનના ત્રણ વર્ષ: ચલીત પ્રદર્શન સહિત જન કી બાત મન કી બાત રોડ શોને વડોદરામાં વ્યાપક આવકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1