Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ સાથેની સર્વપક્ષીય બેઠકમાં મહેબૂબા મુફ્તી સામેલ નહીં થાય

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબૂબા મુફ્તી ૨૪ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સર્વપક્ષીય બેઠકમાં સામેલ થશે નહીં. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી અને પરિસીમનને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે કાશ્મીર મુદ્દે ચર્ચા માટે ૨૪ જૂનના રોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
જેમાં તમામ પાર્ટીઓને આમંત્રણ અપાયું છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તી સૈય્યદ સુહૈલ બુખારીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની તમામ પાર્ટીઓની બેઠક અગાઉ આજે પીડીપીની બેઠક થઈ. પાર્ટીના તમામ સભ્યોએ મળીને ર્નિણય લીધો છે કે મહેબૂબા મુફ્તી પીએમ મોદી સાથે બેઠકમાં સામેલ થશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે બે દિવસની અંદર ગુપકાર ગઠબંધનના નેતાઓની પણ બેઠક થશે. આ બેઠકમાં પણ આ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે.

Related posts

Sachin Pilot’s petition challenging disqualification adjourned by Rajasthan HC

editor

રાયબરેલીથી પ્રિયંકા વાઢેરા લોકસભાની ચૂંટણી લડી શકે

aapnugujarat

RSS working in Delhi to know from people how to dislodge AAP government

aapnugujarat

Leave a Comment

UA-96247877-1