Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત : સત્તામાં પરત ફરવા મોદીએ સંકેત આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંકેતોમાં ફરી એકવાર સત્તામાં વાપસીનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. મોદીએ કહ્યુંહતું કે, આ મન કી બાત કાર્યક્રમ હવે મે મહિનાના છેલ્લા સપ્તાહમાં ચૂંટણી બાદ મન કી બાત કાર્યક્રમ થશે. મોદીએ સાફ શબ્દોમાં કહ્યં હતં કે, માર્ચ, એપ્રિલ અને મેની ભાવનાઓને પણ એ વખતે જ વ્યક્ત કરશે. ત્યાં સુધી મન કી બાત કાર્યક્રમ યોજાશે નહીં. ચૂંટણી બાદ આ સિલસિલો શરૂ થશે અને વર્ષો સુધી વાતચીતનો સિલસિલો ચાલશે. મોદીએ આ વાત કરીને ફરી એકવાર સત્તામાં વાપસીને લઇને પ્રચંડ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે મન કી બાત કાર્યક્રમમાં મોદીએ મોટા ભાગે પુલવામા હુમલાને લઇને વાત કરી હતી. સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ કહ્યુંં હતું કે, અમારા સશસ્ત્ર દળો હંમેશા આક્રમક જવાબ આપતા રહ્યા છે. આ વખતે પણ ત્રાસવાદીઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. ૧૦૦ કલાકની અંદર જ હુમલાખોરોને બોધપાઠ ભણાવી દેવામાં આવ્યા હતા અને ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મોદીએ કહ્યું હતું કે, પુલવામા હુમલા બાદ સેનાએ આતંકવાદીઓ અને તેમના મદદગારોને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ લઇ લીધો છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. મોદીએ કહ્યું હતું કે, જવાનોના બલિદાનથી અમને સતત પ્રેરણા મળશે અને આનાથી સંકલ્પ મજબૂત થશે. લોકસભા ચૂંટણી પહેલા મન કી બાત કાર્યક્રમના અંતિમ અને ૫૩માં એપિસોડમાં મોદીએ દેશની સામે રહેલા પડકારોની વાત કરી હતી. જાતિવાદ, ક્ષેત્રવાદ અને અન્ય તમામ મતભેદોને ભુલીને આગળ વધવું પડશે. પુલવામા હુમલા બાદ જવાનો હંમેશા સાવધાન રહ્યા છે. જવાનો પહેલા પણ સાહસો અને પરાક્રમો કરતા રહ્યા છે. હુમલાખોરોને તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવ્યા છે. જવાનોના પરિવારની પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોઇના પુત્ર, પતિએ શહીદી વ્હોરી હોવા છતાં તેમના પરિવારના સબ્યો દુશ્મનો સામે મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી રહ્યા છે જે તમામને પ્રેરણા આપે છે. મોદીએ જમશેદ તાતા, મોરારજી દેસાઈ, બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. મોરારજી દેસાઈની કામગીરીનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો, અન્ય સમુદાયના હિતોમાં સરકાર દ્વારા વ્યાપક પગલા લેવામાં આવી રહ્યા છે. શહીદોના પરિવારે દેશભક્તિ શું થાય ચે તેનો પરિચય આપ્યો છે. શહીદોના પરિવારન વાર્તા પ્રેરણાથી ભરેલી છે. તેઓ લોકોને કહેવા માંગે છે કે, આ પરિવારની ભાવનાઓને સમજીને દેશપ્રેમની ભાવના જગાવે તે જરૂરી છે. મન કી બાત કાર્યક્રમના નવા તબક્કાની હવે શરૂઆત થશે પરંતુ ચૂંટણી બાદ જ આની શરૂઆત થશે. મોરારજી દેસાઈના સંદર્ભમાં વાત કરતા મોદીએ કહ્યું હતું કે, દેસાઈએ આ વખતે ભારતનું કુશળ નેતૃત્વ કર્યું હતું. તે વખતે દેશના લોકશાહી માળખા સામે ખતરા હતા. આના માટે આવનારી પેઢીઓ પણ તેમનો આભાર માનશે. લોકશાહીની રક્ષા માટે ઇમરજન્સીની સામે આંદોલનમાં પોતાને ઉતારી દીધા હતા. દેસાઇને અનેક ચીજોની ભારે કિંમત ચુકવવી પડી હતી. વૃદ્ધાવસ્થામાં તેમને સરકારે ધરપકડ કરીને જેલમાં નાંખી દીધા હતા. ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકાર બની ત્યારે મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા. આ ગાળામાં જ ૪૪માં બંધારણીય સુધારાને લાવવાનો નિર્ણય કરાયો હતો.

Related posts

मुरैना में जहरीली शराब पीने से 10 लोगों की मौत

editor

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા યથાવત

aapnugujarat

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના લીધે જનજીવન ખોરવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1