Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના લીધે જનજીવન ખોરવાયું

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. કાશ્મીરમાં હાલ ૪૦ દિવસમાં ચિલ્લાઈ કાલનનો ગાળો ચાલી રહ્યો છે. આ ગાળા દરમિાયન હિમવર્ષાની સંભાવના સૌથી વધારે રહે છે. આજે શ્રીનગરમાં માઇનસ ૪.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. લેહમાં માઈનસ ૧૪.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે પાંચ સ્થાનિક અને સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વિલંબ થયો હતો. આવી સ્થિતીમાં મોટી સંખ્યામાં વિમાની યાત્રીઓને ઠંડીમાં વિમાનીમથકે રાહ જોવાની ફરજ પડી હત. સેંકડો ફ્લાઇટોને અસર થઇ છે.. ધુમ્મસની સ્થિતી હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો લેટ થઇ છે. અનેક ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. વિજીબિલીટી ધુમ્મસના કારણે ૫૦ મીટર સુધી નીચે પહોંચી ગઈ છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સવારે ધુમ્મસની સ્થિતિ રહી હતી. ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે.સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે.

Related posts

ન્યૂનતમ રકમના વચનને લઇ માયાના કોંગી પર પ્રહાર

aapnugujarat

દુષ્કર્મનાં દોષી ગુરમીત રામ રહીમને મળી પેરોલ

editor

આધારકાર્ડના કારણે નહી બંધ થાય ૫૦ કરોડ મોબાઈલ કનેક્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1