Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કિસાન સ્કીમ મુદ્દે અખિલેશ, માયાવતીના મોદી પર પ્રહાર

આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી ત્યારે ખેડૂતોને લઇને આક્ષેપબાજીનો દોર શરૂ થયો હતો. એકબાજુ મોદીએ આ યોજના માટે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. મોદીએ આ ગાળા દરમિયાન વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, ખેડૂત અન્નદાતા જે સમગ્ર દેશમાં લોકોના પેટ ભરે છે. આજે સરકારની નીતિઓના લીધે દેવામાં ડુબેલા છે. કેન્દ્રના સરકાર બનતાની સાથે જ પ્રથમ કામ ૧૦૦ ટકા દેવા માફીનું કરવામાં આવશે ત્યાર બાદ એવી નીતિઓ લાવવામાં આવશે જેનાથી ખેડૂતોનો વિકાસ થશે. હવે સ્વર્ણિમ ક્રાંતિનો સમાય આવી ગયો છે. ખેડૂતો પર સંકટ એક રાષ્ટ્રીય સંકટ છે. આના માટે રાષ્ટ્રીય સમાધાનની જરૂર છે. કોઇપણ એકલા આ સમસ્યાનો ઉકેલ લાવી શકે નહીં. અમે દરેક જગ્યાએ ખેડૂતોની સાથે ઉભા છીએ. દરેક ખેડૂતો માટે એવી યોજના લાવવામાં આવશે જેનો લાભ મળશે. ખેડૂત સન્માનના નામ ઉપર ખેડૂતોને ૫૦૦ રૂપિયા મહિને આપવાની બાબત અપમાન સમાન છે. ખેડૂતની નાનકડી મદદ કરીને ભાજપ સરકારના લોકો બિનજરૂરી હોબાળો કરી રહ્યા છે. બીજી બાજુ બસપના વડા માયાવતીએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીના સમયે કિસાન સન્માન નિધિ યોજના લાવવામાં આવી છે. નોટબંધી અને જીએસટીની જેમ જ અપરિપક્વરીતે આને લાગૂ કરીને ખેડૂતોને માત્ર ૧૭ રૂપિયા પ્રતિ દિવસ આપવાની ભાજપની સંકુચિત વિચારધારા છે. સત્તાનો સતત દુરુપયોગ કરનાર મોદી સરકાર હજુ પણ યોગ્ય રસ્તા પર આવી રહી નથી. મોદી સરકારે આજે આ યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો હતો.

Related posts

ઓરિસ્સામાં તબાહી બાદ બંગાળમાં ફેનીથી નુકસાન ટળ્યું

aapnugujarat

राहुल को अच्छा लगने के लिए नहीं हटाया हैं आर्टिकल ३७० : जितेंद्र सिंह

aapnugujarat

ડીએમાં ૧ ટકાનો વધારો : ૫૦ લાખ કર્મી અને ૬૧ લાખ પેન્શનરોને ફાયદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1