Aapnu Gujarat
રમતગમત

હાર્દિક પંડ્યા આઈપીએલમાંથી બહાર થાય તેવી સંભાવના

પાછલાં કેટલાંક મહિના હાર્દિક પંડ્યા માટે જાણે કે દુસ્વપ્ન સમાન રહ્યાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં (સપ્ટેમ્બર ૨૦૧૯) પાકિસ્તાન સામે ઇજાગ્રસ્ત થઇને તેણે સ્ટેડિયમમાંથી સ્ટ્રેચર પર બહાર આવવું પડ્યું હતુ. સ્વસ્થ થયા બાદ તે હજુ મેદાન પર પરત ફર્યો જ હતો ત્યાં તો કૉફી વિથ કરણમાં વિવાદિત નિવેદન આપવાના કારણે હાર્દિકની મુશ્કેલીઓ વધી હતી.
ભારતની યજમાનીમાં ઓસ્ટ્રેલિયા સામે ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ટી-૨૦ અને વન ડે સીરીઝ પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પીઠમાં માંસપેશિયોના ખેંચાણના કારણે સીરીઝમાંથી બહાર થવું પડ્યું છે. તેના સ્થાને ૫ મેચોની વન ડે સીરીઝમાં રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ થવું પડ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે આ જાણકારી આપી છે.
ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે પંડ્યા મહત્વપૂર્ણ ખેલાડી છે. તેવામાં મેનેજમેન્ટ હાલ તેને કોઇપણ સ્થિતીમાં ગુમાવવા નથી માંગતુ. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની સાથે સાથે આ ખબર મુંબઇ ઇન્ડિયન્સ માટે પણ એક ઝાટકા સમાન છે. કારણ કે વર્લ્ડ કપ પહેસાં આઇપીએલ રમાશે. ૨૩ માર્ચથી શરૂ થઇ રહેલી આ ટૂર્નામેન્ટમાં પંડ્યાની ગેરહાજરી ટીમ ઇન્ડિયાને ભારે પડી શકે છે.
સૂત્રોનું માનીએ તો હાર્દિક પંડ્યા આઇપીએમ રમી શકશે કે નહી તેનો નિર્ણય ત્રણ અઠવાડિયા બાદ તેના મેડિકલ રિપોર્ટના આધારે લેવાશે. પાછલા ૬ મહિનામાં પંડ્યા ફરીથી પંડ્યા ઇજાગ્રસ્ત થયો છે અને તેવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ આઇપીએલમાં પંડ્યાને રમવાની મંજૂરી આપીને રિસ્ક લેવા તૈયાર નહી થાય.
બીસીસીઆઇએ જણાવ્યું કે, બોર્ડની મેડીકલ ટીમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય લીધો છે. તેને લૉઅલર બેકની સમસ્યાના ઉપચાર માટે બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જવાની સલાહ આપવામાં આવી છે. તે ત્યાં આગામી અઠવાડિયે જશે.

Related posts

૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે : સીએમ રૂપાણી

editor

बटलर आखिरी टी-20 मैच से बाहर

editor

ऑस्ट्रेलिया ने भारत को दिया 328 रन का लक्ष्य

editor

Leave a Comment

UA-96247877-1