Aapnu Gujarat
મનોરંજન

તાપસી પન્નુએ એર પિસ્તોલ વડે શૂટિંગની તાલીમ શરુ કરી

મોખરાની અભિનેત્રી તાપસી પન્નુએ ઉત્તર પ્રદેશના જોહરી ગામે એર પિસ્તોલ વડે શૂટિંગની તાલીમ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
અનુરાગ કાશ્યપની ફિલ્મ સાંડ કી આંખમાં તાપસી મહિલા શૂટરનો રોલ કરી રહી છે. દેશની આગેવાન મહિલા શૂટર્સ ચંદ્રેા અને પ્રકાશી તોમર તરીકે અનુક્રમે તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકર ચમકી રહ્યાં છે. તુષાર હીરાનંદાની આ ફિલ્મના ડાયરેક્ટર છે. ચંદ્રો અને પ્રકાશી દેશની સૌથી સિનિયર શાર્પ શૂટર્સ છે. શૂટિંગની તાલીમનો આરંભ તાપસીએ મુંબઇમાં મહારાષ્ટ્ર રાયફલ એસોસિયેશનના વરલી ખાતેની શૂટિંગ રેંજ પર કરી હતી, એના કોચ વિશ્વજિત શિંદેેએ કહ્યું કે તાપસી રોજ સવારે નિયમિત શૂટિંગ શીખવા આવે છે. પોતાના કામ પ્રત્યે એની લગન દેખાઇ આવે છે. તાપસી રોજ સરેરાશ ચાર કલાક તાલીમ લે છે.
જોહરી ગામે શરૂ થયેલા શૂટિંગમાંથી સમય ફાળવીને તાપસી પોતાની આગામી ફિલ્મ બદલાના પ્રમોશન માટે મુંબઇ આવી હતી. દરમિયાન એ મિડિયા સાથે સાંડ કી આંખ ફિલ્મને લગતા સવાલોના જવાબ પણ આપતી રહી હતી.

Related posts

फिट होने के लिए कड़ी मेहनत बंद कर दी : इलियाना डिक्रूज

editor

મહેશ બાબુએ બોલિવૂડમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી

aapnugujarat

‘कमांडो’ बड़ी फिल्म है : अदा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1