Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તમિલનાડુ માટે દ્રમુક-કોંગ્રેસમાં ગઠબંધન, ડીએમકે ૩૦ અને કોંગ્રેસ ૯ સીટ પરથી લડશે

તમિલનાડુ અને પોંડિચેરીની ૪૦ સીટ પર કોંગ્રેસ-દ્રમુક (ડીએમકે) મળીને લોકસભા ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ વચ્ચે બુધવારે ગઠબંધન પર સહમતી બની છે. આ સમજૂતી અંર્તગત દ્રમુક તમિલનાડુમાં ૩૦ સીટો પર તેમના ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસને તમિલનાડુની ૯ અને પોંડિચેરીની ૧ સીટ મળી છે. મંગળવારે ગઠબંધન વિશે દ્રમુક નેતા કનિમોઝી અને તમિલનાડુના કોંગ્રેસ અધ્યક્ષ કેએસ અલાગિરીએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
આજે કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ દ્રમુક અધ્યક્ષ એમકે સ્ટાલિનને મળ્યા હતાં.
દ્રમુકે તમિલનાડુની દરેક ૩૯ સીટ પર યુપીએથી અલગ થઈને ૨૦૧૪માં લોકસભા ચૂંટણી લડી હતી. તેમાં કોંગ્રેસ અને દ્રમુકને એક પણ સીટ મળી નહતી. આ ચૂંટણીમાં કરુણાનિધીએ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ ગઠબંધન બનાવીને લોકલ પાર્ટીઓને એકજૂથ કરી હતી. તેમાં વીસીકે, એમએમકે, આઈયૂએમએમલ અને પુથિયા તામીઝાગમ સામેલ હતી.એક દિવસ પહેલાં અન્નાદ્રમુક એનડીએમાં સામેલ થયું છે એનડીએ અને અન્નાદ્રમુકના નેતાઓ વચ્ચે મંગળવારે બેઠક થઈ હતી. જેમાં અન્નાદ્રમુક એનડીએમાં જોડાયું છે. હવે તમિલનાડુમાં ભાજપ, અન્નાદ્રમુક અને પીએમકે મળીને લોકસભા ચૂંટણી લડશે. ભાજપ તમિલનાડુની ૫ અને અન્નાદ્રમુક ૨૭ સીટ પર લોકસભા ચૂંટણી લડશે. ૭ સીટ પરથી પીએમકે ચૂંટણી લડશે.ભાજપ-અન્નાદ્રમુકના ગઠબંધન પહેલાં મંગળવારે જ અન્નાદ્રમુક અને પીએમકેમાં સહમતિ બની. ગત લોકસભા ચૂંટણીમાં અન્નાદ્રમુકે ૩૯માંથી ૩૭ સીટ જીત્યાં હતા. ગઠબંધનની શરતો મુજબ ભાજપને રાજ્યની ૨૧ વિધાનસભા સીટ પર થનારી પેટાચૂંટણીમાં અન્નાદ્રમુકને પોતાનું સમર્થન આપવાનું રહેશે.

Related posts

તરૂણ તેજપાલ દુષ્કર્મ કેસમાં નિર્દોષે

editor

ભૂકંપથી થર થર કાંપ્યું મિઝોરમ,કેન્દ્ર સરકારે મિઝોરમ સીએમને મદદ કરવાની ખાતરી આપી

editor

उत्तराखंड में ग्लेशियर टूटने से आई बाढ़, 14 लोगों के शव बरामद

editor

Leave a Comment

UA-96247877-1