Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી એ કોઈ ભંગાર નથી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કોંગ્રેસ પર પ્રહાર

બીજી તરફ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પરેશ ધાનાણીના નિવેદનની ટીકા કરી. ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભંગાર નથી. તેના નિર્માણ માટે ખેડૂતોએ તેમના ઓજારો ભેટમાં આપ્યા છે. ભુપેન્દ્રસિંહે કહ્યું કે સરદાર વિશે આ માનસિકતા વિપક્ષના નેતાની નહીં પરંતુ કોંગ્રેસની છે.ગુજરાત વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી જતા ઘમાસાણ મચ્યું હતું.બીજી તરફ પરેશ ધાનાણીએ પોતે કંઇ ખોટું નિવેદન ન કર્યું હોવાનું જણાવ્યું. જેના માટે પરેશ ધાનાણીને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે કોંગ્રેસે ભાજપને આડેહાથ લીધી હતી. બહુમતીના જોરે ભાજપે આ નિર્ણય લીધો છે. જેના કારણે પરેશ ધાનાણીને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે કરેલા નિવેદન સામે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પલટવાર કર્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે પરેશ ધાનાણીએ સરદાર પટેલનું અપમાન કર્યું છે. ગૃહના સભ્યો દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી હોવા છતાં પરેશ ધાનાણીએ નિવેદન પરત ન ખેંચ્યું અને માફી માંગવાનો ઇન્કાર કરી દીધો.
નીતિન પટેલે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી શેમાંથી બન્યું છે તે જોવાને બદલે સ્ટેચ્યુમાં કેવી સુવિધા છે એ જુઓ. નીતિન પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો પરેશ ધાનાણી માફી નહી માંગ તો આગામી દિવસોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે.

Related posts

સ્વાઈન ફ્લુનો આતંક : વધુ બે દર્દીના મોત

aapnugujarat

પદ્માવતના રિલિઝ અંગેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી

aapnugujarat

રવિવારે સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પ્રથમ જીવનસાથી પસંદગી સંમેલન મહેસાણા ખાતે યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1