Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દક્ષિણ કાશ્મીરમાં ૨૦૧૨ પછી આંતકી પ્રવૃતિઓ કેમ વધી? : વીકે સિંહનો સવાલ

વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહે સવાલ ઉઠાવ્યો છે કે, દક્ષિણ કાશ્મીરમાં ૨૦૧૨ પછી આંતકીપ્રવૃતિઓમાં વધારો કેમ થયો છે? તેમના કહ્યા પ્રમાણે ૨૦૦૫-૧૨ દરમિયાન આ વિસ્તાર એકદમ શાંત હતો. આ વાત અંગે વિવાદ થવો જ જોઈએ કે ૨૦૧૨ પછી આંતકી પ્રવૃતિઓમાં વધારો કેમ થયો છે.
વીકે સિંહે કહ્યું કે, પુલવામા હુમલાનો જવાબ તાત્કાલિક આપવો યોગ્ય નથી. તેમને નથી ખબર કે સરકાર અને સેના વળતો જવાબ આપવા માટે તૈયારી કરી રહી છે. પરંતુ આ મામલામાં રણનીતિ ઠંડા દિમાગથી તૈયાર કરવી પડશે. હવે તમામ સુરક્ષાબળોએ એકજૂથ થઈને સમર્થન આપે.
સિંહે કહ્યું કે અમેરિકાને ખબર હતી કે ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં સંતાયો છે, પરંતુ તેને મારવાની રણનીતિ એક દિવસમાં જ તૈયાર થઈ ન હતી. અમેરિકાએ ઠંડા દિમાગથી રણનીતિ બનાવી લાદેનનો ખાત્મો કર્યો હતો.
કલમ ૩૭૦ને ખતમ કરવાનાં મુદ્દે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તમામ રાજકીય દળોએ આ મામલે સરકારનું સમર્થન કરવુ જોઈએ. ભાજપ આ કામ એકલા હાથે ન કરી શકે.

Related posts

તમિલનાડુમાં લોકડાઉન ૩૧ માર્ચ સુધી લંબાવાયું

editor

Firing by criminals during raid in UP’s Kanpur, 8 policemen died

editor

बजट 2021-22 को वित्त मंत्री ने डिजिटल तरीके से किया पेश

editor

Leave a Comment

UA-96247877-1