Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના ધારાસભ્યોને બખ્ખા, સારવાર માટે ૧૫ લાખ સુધી પૂછવાની નથી જરૂર

ગુજરાતના હાલના ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો અને તેમના પરિવારની સારવારનો ખર્ચ હવે સરકાર ઉઠાવશે. કોઇપણ ધારાસભ્યને આરોગ્યની સારવાર માટે જે ખર્ચ થાય તે પૈકી ૧૫ લાખનો ખર્ચ જે તે ધારાસભ્ય કરી શકશે, પરંતુ જો તેનાથી ખર્ચ વધતો હશે તો રાજ્યના મુખ્યમંત્રીની મંજૂરી લેવાની થશે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ધારાસભ્યોને આરોગ્ય સારવાર માટેના ખર્ચની મર્યાદાનો આદેશ કર્યો છે. આ આદેશમાં જણાવ્યા પ્રમાણે હવે વર્તમાન ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યોને આ સુવિધા આપવામાં આવી છે. રાજ્યના તમામ ધારાસભ્યો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ શકશે.તાજેતરમાં જ ધારાસભ્યો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે સારવાર માટે આરોગ્યની જૂની પોલીસીમાં કેટલાક સુધારા થવા જોઇએ. સરકારે આ માગણી સ્વિકારી છે અને આદેશ કર્યો છે કે ૨૦૧૬માં જાહેર થયેલી પોલિસીમાં ૧૫ લાખની મર્યાદાનો સુધારો કરવામાં આવશે.આરોગ્યની આ પોલીસીમાં ધારાસભ્યો ઉપરાંત રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, વિધાનસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ વગેરેનો સમાવેશ થાય છે. આ અગાઉ ગયા વર્ષે ભાજપાની સરકારે ગુજરાતના ધારાસભ્યો અને કેબિનેટના મંત્રીઓના પગાર અને ભથ્થાંમાં વધારો કર્યો હતો. ધારાસભ્યોને પહેલાં દર મહિને ૭૦૭૦૦ રૂપિયા પગાર મળતો હતો તે વધારીને સરકારે ૧.૧૬ લાખ કર્યો હતો જ્યારે કેબિનેટના મંત્રીઓને ૮૬૮૦૦ રૂપિયા પગાર મળતો હતો તે વધારીને ૧.૩૨ લાખ કરવામાં આવ્યો હતો.મંત્રીઓ અને ધારાસભ્યોને પગાર ઉપરાંત દૈનિક ભથ્થું આપવામાં આવે છે, જે પહેલાં માત્ર ૨૦૦ રૂપિયા હતું તે વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. હવે ગુજરાત સરકારે ચાલુ અને પૂર્વ ધારાસભ્યોના આરોગ્યની સુવિધામાં મળનારી રકમમાં વધારો કરી તેને ૧૫ લાખ કરી છે. જો કે તેથી વધુ ખર્ચ થાય તો મુખ્યમંત્રીની મંજૂરી લઇને વધારે રકમ આપી શકાશે.

Related posts

વિજાપુર તાલુકા/શહેર ભાજપ કારોબારીની પ્રત્યક્ષ બેઠક યોજાઈ

editor

वाइब्रेंट में ४२ लाख के बदले ३ लाख को नौकरी

aapnugujarat

રિડેવલપમેન્ટ ઈચ્છુક ૧૦૦૦ સોસાયટીનો માર્ગ મોકળો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1