Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નવા ડેબિટ કાર્ડમાં હેકિંગની આશંકા, એસબીઆઈએ ગ્રાહકોને કર્યા એલર્ટ

હાલમાં બેંકો દ્વારા આપવામાં આવેલા ઈએમવી ચિપવાળા કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ પણ સુરક્ષિત નથી. જેને લઇને ભારતીય સ્ટેટ બેંકે પોતાના દરેક ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ ઈ-મેલ મોકલીને સંતર્ક રહેવાનુ કહ્યું છે.અત્યાર સુધી મૈગસ્ટ્રિપવાળા ડેબિટ કાર્ડ ગ્રાહકોને મોકલવામાં આવતા હતાં. આ કાર્ડમાં સ્કીમિંગનું મોટું સંકટ હતું. આ કાર્ડનો ડેટા કૉપી કરીને દેશભરમાં તમામ ફ્રોડ સામે આવ્યા હતાં.ગ્રાહકોના ખાતામાં જમા રકમને સુરક્ષિત કરવા માટે ભારતીય રીઝર્વ બેંકે દરેક બેંકોને ૩૧ ડિસેમ્બર પહેલા ઈએમવી ચિપવાળા કાર્ડ જાહેર કરવાના નિર્દેશ આપ્યા હતાં. આ ગ્રાહકોની ફાળવણી ચાલુ છે. આ દરમ્યાન એસબીઆઈએ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈએમવી ચિપવાળા કાર્ડનો ડેટા પણ સ્કીમર (કાર્ડની માહિતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી મશીન)થી ચોરી કરી શકાય છે.જોકે, દરેક ગ્રાહકોને વધુ સતર્કતા રાખવાની સાથે જ આવી કોઈ ઘટના ના બને તેના માટે તત્કાલ બેંકને સૂચના આપવાની સલાહ આપવામાં આવી છે. જેના માટે એસબીઆઈએ પોતાના દરેક હેલ્પલાઈન નંબર પણ ગ્રાહકોની સાથે શેર કર્યા છે.
આ સાવધાની રાખવી પડશે
(1) પોતાનુ કાર્ડ કોઈને પણ સોંપશો નહીં. કોઈ પણ કંપની રિપ્રેઝન્ટેટિવને અને કોઈ મિત્રને પણ નહીં.
(2) એટીએમમાં પિન એન્ટર કરતી વખતે ઉપર હાથ આવશ્ય રાખો. કારણકે કીબોર્ડ પર તમારો કેમેરો હશે તો તમારો પાસવર્ડ તેમાં રેકોર્ડ ના થાય.
(3) પોતાનુ કાર્ડ ફક્ત પોતાની પરિસ્થિતિમાં ઉપયોગ કરો.
(4) દરેક ટ્રાન્જેક્શન બાદ પોતાનુ કાર્ડ સંભાળવાનુ ના ભૂલો.
(5) કોઈ પણ વ્યક્તિને પોતાનો પિન બતાવશો નહીં. ત્યાં સુધી કે એસબીઆઈના પ્રતિનિધિનો ફોન આવે તો પણ નહીં.
(6) પોતાનુ ઓટીપી, સીવીવી અને નેટ બેન્કિંગ આઈડી કોઈ પણ વ્યક્તિ સાથે શેર ના કરો.

Related posts

હુકમના પાલનમાં કસૂર બદલ ટોરન્ટની સામે કન્ટેમ્પ્ટ નોટિસ

aapnugujarat

सेंसेक्स 787, निफ्टी 233 अंक गिरावट के साथ बंद

aapnugujarat

LS चुनाव में भाजपा के कारण नहीं बल्कि क्षेत्रीय दलों के कारण कांग्रेस की हार हुई : औवेसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1