Aapnu Gujarat
બિઝનેસ

હુકમના પાલનમાં કસૂર બદલ ટોરન્ટની સામે કન્ટેમ્પ્ટ નોટિસ

અમદાવાદની જાણીતી વીજકંપની ટોરન્ટ પાવર લિમિટેડ દ્વારા કાયમી ધોરણે વીજજોડાણ વિના બંધ થઇ ગયેલા એકમોને રાહત આપતી રાજય સરકારની વીજ માફી યોજના ચાલુ હોવાછતાં તેનો લાભ નહી અપાતાં અને ગુજરાત ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમીશન(ઇલેકટ્રીક સપ્લાય એન્ડ ફ્રોડ રિલેટેડ મેટર)રેગ્યુલેશન-૨૦૧૫ની જોગવાઇ મુજબ, બાકી વીજબીલના ચૂકવણાંની કોઇ યોજના કે રાહત નહી અપાતાં પરેશાન થયેલા ગ્રાહકે ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. ખુદ હાઇકોર્ટના હુકમ છતાં ટોરન્ટ પાવર લિ. તરફથી અરજદાર ગ્રાહકની અરજી નિર્ણિત નહી કરાતાં આ ગ્રાહક તરફથી ટોરન્ટ પાવર લિ. સામે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણીમાં ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ.પંચોલીની ખંડપીઠે ટોરન્ટ પાવર લિ. અને ટોરન્ટ પાવર લિ.ના કસ્ટમર સર્વિસ-એનપીબી રિકવરી ડિપા.ના મેનેજર કેવલ પી.શાહ વિરૂધ્ધ અદાલતી તિરસ્કારની નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. શહેરના ચંડોળા તળાવ અને પીરાણા ખાતે કલોથ પ્રોસેસીંગ યુનિટ ધરાવતાં અને એક સમયે દર મહિને પંદર લાખ રૂપિયાનું ટોરન્ટ પાવરનું વીજબીલ ભરતાં અરજદાર પ્રોપરાઇટર આદિત્ય અગ્રવાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારના બંને યુનિટનું લાખો રૂપિયાની વીજબીલ તેઓ નિયમિત રીતે ભરતા આવ્યા હતા પરંતુ આર્થિક મંદીના માહોલ વચ્ચે પાછળથી તેઓ સંજોગોવશાત્‌ ટોરન્ટ પાવરનું વીજબીલ ભરી શકયા ન હતા અને તેના કારણે રૂ.૧.૭૦ કરોડ જેટલી રકમ ચૂકવવાની થઇ ગઇ હતી. અરજદાર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેતાં ટોરન્ટ પાવર દ્વારા અરજદારના યુનિટના વીજજોડાણ કાપી નંખાયા હતા, જેના કારણે અરજદારને બહુ મોટુ આર્થિક નુકસાન વેઠવું પડયું હતું. દરમ્યાન અરજદાર દ્વારા તા.૪-૬-૨૦૧૮ના રોજ ટોરન્ટ પાવર લિ.ને ગુજરાત ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમીશન(ઇલેકટ્રીક સપ્લાય એન્ડ ફ્રોડ રિલેટેડ મેટર)રેગ્યુલેશન-૨૦૧૫ની કલમ-૬.૮૩ મુજબ, બાકી લ્હેણીં રકમ માટે હપ્તા કરી આપવા અને વીજ જોડાણ ચાલુ કરી આપવાની માંગ કરાઇ હતી પંરતુ ટોરન્ટ પાવર લિ.દ્વારા આ જોગવાઇ મુજબ અરજદારની અરજી નિર્ણિત કરાઇ ન હતી. અરજદાર તેની બાકી નીકળતી રકમ જો ટોરન્ટ હપ્તા કરી આપે તો ભરી દેવા તૈયાર છે અને ત્યારબાદ નિયમિત વીજબલ પણ ચૂકવવા તૈયાર છે તેમછતાં તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ કોર્ટનું ખાસ ધ્યાન દોરાયું કે, અરજદારની અરજી નિર્ણિત નહી કરાતાં તેમણે હાઇકોર્ટમાં અગાઉ રિટ અરજી કરી હતી, જેમાં સીંગલ જજે અરજદારની ઉપરોકત અરજી બે સપ્તાહમાં નિર્ણિત કરવા તા.૩૧-૮-૨૦૧૮ના રોજ ટોરન્ટ પાવર લિ.ને હુકમ કર્યો હતો પરંતુ આજદિન સુધી ટોરન્ટ પાવર લિ.ના સત્તાધીશો દ્વારા અરજદારની અરજી નિર્ણિત કરાઇ નથી. હાઇકોર્ટનો સ્પષ્ટ હુકમ હોવાછતાં ટોરન્ટ પાવર લિ. દ્વારા હાઇકોર્ટના હુકમનું પણ પાલન નહી કરીને અદાલતી તિરસ્કાર કરવામાં આવ્યો છે.
આ સંજોગોમાં હાઇકોર્ટે ટોરન્ટ પાવર લિ. અને તેના સંબંધિત સત્તાધીશો વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ જરૂરી કાર્યવાહી કરવી જોઇએ. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ હાઇકોર્ટે ટોરન્ટ પાવર લિ. અને તેના જવાબદાર અધિકારી વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ નોટિસો જારી કરી હતી.

Related posts

ઓફિસ ભાડાંની વૃદ્ધિની યાદીમાં ભારતના ત્રણ શહેર

aapnugujarat

लंबा नहीं चलेगा टेलिकॉम इन्डस्ट्री में कम टैरिफ का खेल : एसएंडपी ग्लोबल रेटिग्स

aapnugujarat

भारत को झटका, 2019-20 के लिए Fitch ने घटाया GDP अनुमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1