Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જંગી એરક્રાફ્ટ કેરિયર પાકિસ્તાનને આપવાનો ચીનનો સ્પષ્ટ ઈનકાર

ચીન સાથેની મિત્રતાને સમુદ્રથી પણ ઉંડી અને હિમાલય કરતા પણ ઉંચી ગણવતા પાકિસ્તાનને તેના સદાબહાર દોસ્ત તરફથી જોરદાર ફટકો પડ્યો છે. જંગી લાયોનિંગ નામનું જંગી એરક્રાફ્ટ કેરિયર પાકિસ્તાનને આપવાનો ચીને સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.અગાઉ ચીની માધ્યમોમાં એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીન પોતાનું પહેલુ એરક્રાફ્ટ કેરિયર લાયોનિંગ પાકિસ્તાનને આપવાની યોજના બનાવી રહ્યું છે. જેનો સ્પષ્ટ ઈનકાર કરતા ચીને કહ્યું છે કે, બીજા દેશને પોતાનું નેવી જહાજ એક્સપોર્ટ કરાવતા પહેલા કડક અને નિશ્ચિત કરવામાં આવેલા સિદ્ધાંતોનું પાલન કરવાનું રહે છે.૧૦ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના એક સમાચારપત્રએ ચીની અને રશિયાના મીડિયા અહેવાલોનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ચીનની સરકારે પોતાનું પહેલું અને એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર પાકિસ્તાનને વેચવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના નૌકાદળને મજબુત કરવા માટે સામાન્ય કિંમતોમાં તેને વેચવામાં આવશે. ચીનના આ પગલાથી પાકિસ્તાનની નેવી ભારતીય નૌકાદળની સરખામણીએ વધારે મજબુત થશે. ભારતીય નેવી પાસે ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, ‘લાયોનિંગ’માં મહત્વપૂર્ણ અપગ્રેડેશન કરીને તેને પાકિસ્તાનને રિસેલ કરવામાં આવશે.આ મામલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચુનાઈંગે જણાવ્યું હ્‌તું કે, મેં હજી સુધી આવો કોઈ રિપોર્ટ જોયો નથી જેમાં આ વાત કહેવામાં આવી હોય. પરંતુ બીજા દેશને પોતાનું જહાજ વેચવાને લઈને હંમેશા ચીન પોતાના નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરતું રહ્યું છે.અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સૈન્યના ચીન સાથે નજીકના સંબંધો છે અને વર્તમાનમાં ચીન પાકિસ્તાન માટે ૪ આધુનિક નેવી જહાજો તૈયાર કરી રહ્યું છે. જોકે ચીની મિલિટરી એક્સપર્ટસે પાકિસ્તાનને લાઉનિંગ વેચવાના અહેવાલ અહેવાલને ફગાવી દીધો છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ અનુંસાર ચીનનીએ સરકારે આ પ્રકારની સમજુતી ક્યારે નથી કરી અને ના તો આવી કોઈ યોજના બનાવી છે. સાથે એવો ટોણોં પણ મારવામાં આવ્યો છે કે, પાકિસ્તાના સમાચારપત્રમાં ચીની મીડિયાના હવાલાથી છપાયેલા અહેવાલને પણ ગ્લોબલ ટાઈમ્સનો રિપોર્ટર શોધી શક્યો નથી.ચીનના એક મિલિટરી એક્સપર્ટ અને કોમેંટેટર સોગ જોગપિંગે કહ્યું હતું કે, આ પ્રકારના આરોપો પાયાવિહોણા અને ખોટા છે. ચીનનું આ પહેલુ એરક્રાફ્ટ કેરિયર ટ્રેનિંગ અને યુદ્ધ એમ બંને જગ્યાએ કામ કરે છે, માટે તેને રીસેલ કરવાની શક્યતા ના બરાબર છે. સોંગે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ચીન પાસે પાકિસ્તાનને વેચવા માટે વધારાનું કોઈ જ એરક્રાફ્ટ કેરિયર છે જ નહીં.લાયોનિંગ ચીનનું એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર છે જે હાલ કાર્યરત છે. આ ચીનનું પહેલું એરક્રાફ્ટ કેરિયર છે જે સંપૂર્ણ રીતે સ્વદેશી છે અને તેને ટાઈપ-૦૦૧ એ ના નામે ઓળખવામાં આવે છે અને તે હજી પણ સમુદ્રમાં ટ્રાયલ પર છે.

Related posts

પાકિસ્તાન ગિલગિટ-બાલિસ્તાનને વિશેષ રાજ્ય બનાવવાની ફીરાકમાં

aapnugujarat

અમેરિકી સેનેટે ઇમિગ્રેશન બિલને નામંજૂર કર્યુ

aapnugujarat

डोरियन तूफान होगा और खतरनाक, फ्लोरिडा में एमरजेंसी घोषित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1