જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ફન્ડીંગ અને ભાંગફોડી પ્રવૃત્તિઓ માટે નાણાં ઉપલબ્ધ કરાવવા બદલ એક કેસના સંબંધમાં ત્રણ હુર્રિયત નેતાઓની આજે આકરી પૂછપરછ કરવામાં આવી હતી. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી સમક્ષ આ ત્રણેય અલગતાવાદી લીડરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ફારક અહેમદ દાર ઉર્ફે બીટ્ટા, નઈમખાન અને જાવેદ અહેમદ ઉર્ફે ગાઝીની પૂછપરછ કરવામાં આવી હતી. એનઆઈએના અધિકારીઓ દ્વારા આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દાર અને ખાનને ચોક્કસ બેંક અને પ્રોપર્ટી દસ્તાવેજો સાથે લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. અન્ય પેપરો પણ એનઆઈએ સમક્ષ રજુ કરાયા હતા.
એનઆઈએની ટીમ દ્વારા આ મહિનાની શરૂઆતમાં અગાઉ સતત ચાર દિવસ સુધી તેમની પૂછપરછ કરવામાં આવી ચુકી છે. મુંબઈ હુમલાના અનુસંધાનમાં રચવામાં આવેલી કેન્દ્રિય તપાસ ટીમ બાદ આ પૂછપરછ થઈ છે. આતંકવાદીઓને નાણાં ઉપલબ્ધ કરાવવાનો મામલો હાલમાં જ સપાટીએ આવ્યો છે. ગિલાનીના નેતૃત્વમાં હુર્રિયતમાંથી ખાનને સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યા છે.
પાછલી પોસ્ટ