Aapnu Gujarat
રાષ્ટ્રીય

અપ્રમાણસર સંપત્તિ કેસમાં હિમાચલનાં મુખ્યમંત્રી વીરભદ્રસિંહને જામીન મળ્યાં

આવકના જાણીતા સાધનોની સામે અપ્રમાણ સંપત્તિ કેસના સંદર્ભમાં આજે હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહને ખાસ અદાલત તરફથી જામીન મળી ગયા હતા. આ સંદર્ભમાં જામીન મળતા વીરભદ્રસિંહને કામચલાઉ રાહત મળી ગઈ છે. કોર્ટે આ મામલામાં ચુકાદો આપતા વીરભદ્રસિંહના પત્ની પ્રતિભા સિંહ અને અન્યોને પણ આ મામલામાં જામીન આપી દીધા હતા. વીરભદ્રસિંહને આ મામલામાં હજુ સુધી પકડી લેવામાં આવ્યા નથી. સિંહ અને તેમની પત્ની પ્રતિભા સિંહ પાસે ૧૦ કરોડ રૂપિયાની અપ્રમાણ સંપત્તિના મામલામાં ૨૨મી મેના દિવસે આરોપી તરીકે કોર્ટમાં રજુ થયા હતા અને જામીનની માંગ કરી હતી. વીરભદ્રસિંહને કોર્ટે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ અને આટલી જ રકમ જમા કરાવવા માટેનો આદેશ કર્યો હતો. શરતી જામીન મંજુર કરવામાં આવ્યા હતા. વીરભદ્રસિંહ જામીન મળી ગયા બાદ મંજુરી વગર દેશની બહાર પણ જઈ શકશે નહીં. સાથે સાથે તેમને પોતાના પાસપોર્ટ જમા કરાવી દેવા પડશે. મામલાની આગામી સુનાવણી ૨૭મી જુલાઈના દિવસે કરવામાં આવશે. આ અગાઉ સોમવારના દિવસે સીબીઈઆઈએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. વીરભદ્રસિંહ અને તેમના પત્નીની જામીન અરજીનો વિરોધ કરતા સીબીઆઈએ દલીલ કરી હતી કે આવકના જાણીતા સાધનો કરતા અપ્રમાણ સંપત્તિમાં ચાલી રહેલી તપાસ આના કારણે અસર પામી શકે છે. જો તેમની જામીન અરજી મંજુર થશે તો કોઈપણ વ્યક્તિ તેમની સામે જામીન આપવા માટે કોર્ટમાં આવવાની હિંમત કરશે નહીં. સીબીઆઈએ કહ્યું હતું કે આરોપી મુખ્યમંત્રી તરીકે છે. અન્યોની સાંઠગાંઠથી અપરાધીક ગતિવિધિઓના માધ્યમથી છ કરોડ રૂપિયાથી વધારાની રકમને વ્હાઈટ કરવામાં આવી હતી. વીરભદ્રસિંહ અને અન્ય આરોપીઓ દ્વારા પોતાની જામીન અરજીમાં દલીલ અપાઈ હતી કે તપાસ પૂર્ણ થઈ ચુકી છે કારણ કે સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી ચુકી છે. સીબીઆઈએ કહ્યું છે કે આ મામલામાં હજુ પણ વિસ્તારપૂર્વક તપાસ ચાલી રહી છે.

Related posts

गिरिराज को बिहार का अगला CM बनाने की उठी मांग, बेगूसराय में समर्थकों ने लगाए नारे

aapnugujarat

एयरहोस्टेस के साथ मुंबई के एक फ्लैट में सामूहिक दुष्कर्म, सह-कर्मचारी गिरफ्तार

aapnugujarat

सितंबर में EPFO ने किया 14.9 लाख नया पंजीयन

editor

Leave a Comment

UA-96247877-1