Aapnu Gujarat
રમતગમત

કુલદીપ યાદવે ટી૨૦ રેંકિંગમાં મેળવ્યો કરિયરનો શ્રેષ્ઠ ક્રમાંક

રવિવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી નિર્ણાયક ટી૨૦ મેચ ૪ રને હારવાની સાથે જ સીરિઝ ૧-૨થી ગુમાવી હતી. પરંતુ ચાઇનામેન કુલદીપ યાદવે તેના પ્રદર્શનથી આઈસીસી રેંકિંગમાં નવી ઊંચાઈ હાંસલ કરી છે.
હેમિલ્ટનમાં રમાયેલી અંતિમ ટી૨૦માં કુલદીપ યાદવે ૨૬ રનમાં ૨ વિકેટ લીધી હતી.જેના કારણે ૨૪ વર્ષીય સ્પિનર એક સ્થાનના ફાયદા સાથે ટી૨૦ બોલર્સના આઈસીસી રેંકિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે. કુલદીપના ૭૨૮ પોઇન્ટ છે, જ્યારે અફઘાનિસ્તાનનો ૨૦ વર્ષીય લેગ સ્પિનર રાશિદ ખાન ૭૯૩ પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે.ટોપ ૧૦માં ભારતનો અન્ય કોઈ બોલર નથી. કુલદીપનો સ્પિન જોડીદાર યુઝવેન્દ્ર ચહલ ૬ ક્રમ ગબડીને ૧૭માં સ્થાન પર છે, જ્યારે ભુવનેશ્વર કુમાર ૧૮માં સ્થાન પર છે. બીજી તરફ ડાબોડી સ્પિનર કૃણાલ પંડ્યાએ ૩૯ સ્થાનના કૂદકા સાથે કરિયર બેસ્ટ ૫૮મું રેંકિંગ મેળવ્યું છે.

Related posts

बांग्लादेश को हराकर भारत ने 2-0 से जीती सीरीज

aapnugujarat

વર્લ્ડ કપ માટે પંત, રાયડૂ અને નવદીપ સૈનીને સ્ટેન્ડ બાય રખાયા

aapnugujarat

टेस्ट जर्सी सादी ही अच्छी लगती है : ब्रेट ली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1