Aapnu Gujarat
મનોરંજન

પીએમ મોદીની બાયોપિકમાં જશોદા બેનનો રોલ ભજવશે બરખા બિષ્ટ

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ’પીએમ નરેન્દ્ર મોદી’નો ફર્સ્ટ લુક રીલિઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાત્રમાં વિવેક ઓબેરોય જોવા મળશે. બોલિવૂડ લાઇફ.કોમના અહેવાલ પ્રમાણે, લોકપ્રિય ટીવી અભિનેત્રી બરખા બિષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેમની પત્ની જશોદાબેનના પાત્રમાં જોવા મળશે.
ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો ફિલ્મમાં વિવેક ઓબેરોય ઉપરાંત બોમન ઇરાની, ઝરીના વહાબ અને મનોજ જોશી જેવા કલાકાર નજરે પડશે.આ પહેલાં બરખા ફિલ્મ ’ગોલિયો કી રાસલીલા રામલીલા’માં જોવા મળી હતી. બરખાએ પોતે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે, ફિલ્મમાં મારો રોલ નાનકડો હોવા છતાં ખૂબ જ મજબૂત પાત્ર છે. મને આ રોલ માટે એટલે ઓફર મળી કે મેકર્સને ગોલિયો કી રાસલીલામાં મારું અભિનય ગમ્યું હતું.
બરખાએ કહ્યું કે, હું નસીબદાર છું કે મને પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક સાથે જોડાવવાનો મોકો મળ્યો.

Related posts

प्रियंका‘मैट्रिक्स 4’ में नजर आ सकती हैं

aapnugujarat

હું હેરાફેરી-૩માં કામ નથી કરી રહ્યો : અક્ષય

aapnugujarat

શિલ્પા અને રાજ કુન્દ્રા સહિત પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

editor

Leave a Comment

UA-96247877-1