Aapnu Gujarat
મનોરંજન

માત્ર સ્થાનિક ફિલ્મોમાં કામ કરીશ, ભલે ભાષા કોઈ પણ હોય : યામી

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી’ બોક્સ ઓફિસ પર સફળ રહી તેનો ફાયદો તમામ કલાકારોને મળ્યો. વર્ષ ૨૦૧૨માં આયુષ્માન ખુરાના સાથે ‘વિકી ડોનર’થી કારકિર્દી શરૂ કરનાર યામી ગૌતમને તેનો ખાસ્સો એવો લાભ મળ્યો. છેલ્લે તેની સફળ ફિલ્મ ‘કાબિલ’ હતી. ત્યાર બાદ તેના ભાગમાં સારી ફિલ્મો આવી ન હતી. તે કહે છે કે ‘કાબિલ’ એક મોટી હિટ ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મની સફળતાને હું ઉતાવળમાં કેશ કરવા ઇચ્છતી ન હતી. તેથી મેં રાહ જોઇ.
આ કારણે ‘ઉરી’ અને ‘બત્તી ગુલ’ જેવી સારી ફિલ્મો મારા ભાગમાં આવી. ‘કાબિલ’ જેવી મોટી ફિલ્મ બાદ મારું કામ સરળ થઇ ગયું, છતાં પણ મારું માનવું છે કે મારે હજુ પણ મારી જાતને સાબિત કરવાની છે. તો શું યામી ગૌતમ ખુદને પ્રૂવ કરવા માટે ક્ષેત્રિય ફિલ્મોમાં કામ કરી રહી છે? તે કહે છે કે હું માત્ર સ્થાનિક ફિલ્મોમાં કામ કરવા ઇચ્છું છું. ભલે તેની ભાષા કોઇ પણ હોય.
આ જ કારણ છે કે સારી રિજનલ ફિલ્મોને મેં ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. કન્નડ, તામિલ, તેલુગુ, મલયાલમ અને પંજાબી ફિલ્મોએ મારો ઉત્સાહ વધાર્યો છે. તામિલ અને તેલુગુની ઘણી ફિલ્મો મારી મોટી હિટ હતી, છતાં પણ મેં ત્યાંની ગણીગાંઠી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ એ પણ સત્ય છે કે હાલમાં મારી પ્રાથમિકતા હિંદી ફિલ્મો છે. યામી કહે છે મારે માત્ર ફિલ્મી સફળતા જોઇતી નથી. પોતાની ફિલ્મો સફળ થાય તો દરેકને ખુશી થાય છે, પરંતુ મારે તેની સાથે-સાથે એક કલાકારના રૂપમાં પણ સન્માન જોઇએ છે.

Related posts

नवाजुद्दीन, प्राची ने कार्बन के लिए नहीं ली फीस : जैकी भगनानी

aapnugujarat

ચોર નિકલ કે ભાગા ફિલ્મમાં જહોન -તમન્ના ભાટિયા રહેશે

aapnugujarat

મલાઇકા સાથે હાલમાં લગ્ન કરશે નહીં : અર્જુન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1