Aapnu Gujarat
મનોરંજન

હું હેરાફેરી-૩માં કામ નથી કરી રહ્યો : અક્ષય

અક્ષય કુમાર બોલીવુડનો એક જાણીતો ચહેરો છે. તેણે ઘણી લોકપ્રિય ફિલ્મો આપી છે. જેમાં હેરાફેરીની વાત કેમ ભૂલી શકાય. કારણ કે, હેરાફેરીમાં તેમની અદાકારીના ખુબ વખાણ થયા છે. તેણે હેરાફેરીના દરેક ભાગમાં પોતાનો રોલ કર્યો છે. અત્યારે લોકો ઘણા સમયથી હેરાફેરી ૩ની રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે તેની જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન પરેશ રાવલે હેરાફેરીની સ્ટાર કાસ્ટને લઈને એક ખુલાસો કર્યો હતો. જે બાદ લોકો હેરાની થઈ હતી. એક કાર્યક્રમમાં પરેશ રાવલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં પરેશ રાવલે કહ્યુ કે, હા આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે. આ ખુલાસા પછી લોકોએ અક્ષય કુમારને હેરાફેરી ફિલ્મમાં લેવાની માગ કરી હતી. આ સાથે જ અક્ષય કુમારે એક કાર્યક્રમમાં તે વાતની પુષ્ટિ કરી હતી કે, તે હેરાફેરીમાં કામ નથી કરી રહ્યા. અને તે હેરાફેરી ૩નો ભાગ નથી. જેથી લોકોમાં ભારે નિરાશા છવાઈ છે, કારણ કે, હેરાફેરી જેવી ફિલ્મમાં અક્ષય કુમાર ન હાય તો લોકોને ફિલ્મ જોવાનો આનંદ નહી મળી શકે. આ મામલે અક્ષય કુમારે વધુમાં જણાવ્યું કે, ‘હેરાફેરી જેવી ફિલ્મમાં કામ કર્યુ તે મારા માટે આનંદની વાત છે. હેરાફેરી મારી જિંદગીનો ભાગ છે, મને દુઃખ છે કે આટલા સમય સુધી ફિલ્મ નથી બની. પરંતુ હવે સમય છે કઈક અલગ વિચારવાનો. હેરાફેરી ફિલ્મની જે સ્ક્રિપ્ટ આવી તે મને પસંદ આવી ન હતી, જેથી હું તેમાથી નિકળી ગયો. મને દુઃખ છે કે, હુ તે ફિલ્મ નથી કરી રહ્યો પરંતુ સ્ક્રિપ્ટ પસંદ નથી આવી તેથી હું તે ફિલ્મમાંથી નિકળી ગયો છું’ ઉલ્લેખનીય છે કે, આ મામલે તેમણે વધુમાં પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘મે સોશિયલ મીડિયામાં જોયુ છે કે, લોકો બોલી રહ્યા છે, નો રાજુ, નો હેરાફેરી, મને ખુબ જ દુઃખ લાગ્યુ છે. પરંતુ હુ તેમની માંફી માગુ છે, કે હું હેરાફેરી ૩માં કામ નથી કરી રહ્યો, કૃપા કરી મને માફ કરો.’ નોંધનીય છે કે, હેરાફેરીની જાહેરાત બાદ લોકોને જાણવા મળ્યુ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર નથી જેથી લોકોમાં નિરાશા છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં લોકો બોલી રહ્યા છે, નો રાજુ, નો હેરાફેરી. આ બાદ અક્ષય કુમારે ફિલ્મમા તે નથી તે વાતની પુષ્ટિ પણ કરી દીધી છે. અને લોકોની માંફી પણ માંગી છે.

Related posts

‘‘જૂડવા ૨” ૨૦૦ કરોડની કલબમાં થઇ સામેલ, અક્ષયની ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે!

aapnugujarat

‘ભારત’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ દિશા પટની

aapnugujarat

મને પણ આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા : મનોજ

editor

Leave a Comment

UA-96247877-1