Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સ્વાઈનફ્લુનાં ૯૧ કેસ દાખલ : મૃતાંક વધીને ૬૧ થયો

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર બેકાબૂ બનેલો છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ બે લોકોના મોત થતાં મોતનો આંકડો સત્તાવારરીતે ૬૧ ઉપર પહોંચ્યો હતો જ્યારે બિન સત્તાવારરીતે મોતનો આંકડો ૭૬ ઉપર પહોંચી ગયો છે. આવી જ રીતે સ્વાઈન ફ્લુના છેલ્લા ૨૪ કલાકમાં જ ૯૧ નવા કેસ સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૧૪૩૧ થઇ ગઇ છે. ૫૬૭ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. આનો મતલબ એ થયો કે સ્વાન ફ્લુએ રાજ્યમાં જોરદાર આતંક મચાવ્યો છે. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુથી દર્દીઓના કેસ એકાએક વધ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુએ વધુ વિનાશક રુપ ધારણ કર્યું હતું. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. ૫૬૭ લોકો હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ૯૧ નવા કેસ પૈકી જુદા જુદા વિસ્તારમાં આ કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે. એકલા રાજકોટમાં પહેલી જાન્યુઆરી બાદથી જ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો ૩૧થી વધુ થઇ ગયો છે જ્યારે કચ્છમાં મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયો નથી. આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. જ્યારે દર બે દિવસમાં ત્રણ લોકોના મોત પણ પહેલી જાન્યુઆરી બાદ થઈ રહ્યા છે. ગઈકાલે રવિવારના દિવસે ૭૫થી વધુ કેસો સપાટી પર આવ્યા બાદ આજે વધુ ૯૧ કેસ નોંધાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કહ્યું હતું કે, રાજ્યમાં સ્વાઈન ફ્લુને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારની ટીમ પહોંચી ચુકી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય પણ સ્વાઈન ફ્લુના કારણે ચિંતિત દેખાઈ રહ્યું છે જેના ભાગરુપે ગુજરાત અને પંજાબમાં કેન્દ્રીય ટીમ પહોંચી ચુકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્થિતિના મુલ્યાંકન માટે તથા બિમારીઓથી પહોંચી વળવા માટે કેટલાક પગલા હાથ ધર્યા છે જેના ભાગરુપે રાજ્યોની સહાયતા માટે બે ટીમો પણ મોકલી દીધી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતમાં ૧૧મી ફેબ્રુઆરી સુધી જ સ્વાઈન ફ્લુથી સત્તાવારરીતે ૬૧ના મોત થયા હતા અને ૧૪૩૧ કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લૂથ મોતનો આંકડો હજુ પણ સ્પષ્ટ રીતે મળી રહ્યો નથી પરંતુ સત્તાવાર રીતે જોઈએ તો પણ નવા વર્ષમાં હજુ સુધી ૬૧ના મોત થઈ ચુક્યા છે. જ્યારે બિનસત્તાવારરીતે ૭૬ ઉપર પહોંચ્યો હતો. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૫૬૭ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર હેઠળ રહેલા ઘણા દર્દીઓની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે. આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે.

Related posts

शहर में लगातार सातवें दिन भी धीमी बारिश जारी रही

aapnugujarat

ભાવનગરમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

editor

ભાવનગરના ખોડીયાર તળાવમાંથી મૃતદેહ મળ્યો

editor

Leave a Comment

UA-96247877-1