Aapnu Gujarat
ગુજરાત

૩૧ જિલ્લામાં ૪.૭૨ કરોડથી વધુ ચો.મી. જમીન ઉપર દબાણો

ગુજરાત રાજયના ૩૧ જિલ્લાઓમાં ૪ કરોડ, ૭૨ લાખ, ૫૯ હજાર, ૨૦૩ ચો.મી જમીન પર ગેરકાયદે દબાણો વર્ષોથી બોલતા હોવા છતાં તેને દૂર કરવામાં સરકારી તંત્ર સરેઆમ નિષ્ફળ રહ્યું છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, અમદાવાદમાં ૧,૩૩,૫૯૭૨ ચો.મી જમીન પર ગેરકાયદે દબાણો નોંધાયા છે. સમગ્ર રાજયમાં જે જમીનો પર આ અનઅધિકૃત દબાણો અને બાંધકામો નોંધાયા છે, તેમાં ગૌચર, ખેતી, ધાર્મિક સહિતની જમીનોનો સમાવેશ થાય છે એમ આજે ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઇ ભરવાડે રાજયની જમીનો પર દબાણના આંકડાઓનો જાહેરમાં પર્દાફાશ કરતાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાયના નામે મતો મેળવતી ભાજપ સરકારના રાજમાં ગાયો અને અન્ય પશુઓના ચરિયાણ માટે ગૌચરની જમીનોમાં વર્ષોથી મોટાપાયે ગેરકાયદે દબાણો થઇ ગયા છે પરંતુ સરકારી તંત્ર તેને દૂર કરી શકયું નથી. રાજયના ૩૧ જિલ્લાઓમાં ૪,૭૨,૫૯,૨૦૩ ચો.મીથી વધુ જમીન પર ગેરકાયદે દબાણો માલૂમ પડયા છે. જે પૈકી ગીર અભયારણ્યમાં ૫૭.૫૩૫૮ હેકટર વિસ્તારમાં દબાણો નોંધાયા છે. તે પૈકી ખેતીના દબાણો ૫૬.૧૭૫૭ હેકટર અને ધાર્મિક જગ્યાના ૧.૩૬.૦૧ હેકટર વિસ્તારમાં દબાણો હોવાનું સામે આવ્યું છે. તેમાંથી થોડા દબાણો જ ૧૯૮૭-૮૮ પહેલાના છે, જયારે બાકીના દબાણો ત્યારબાદના છે. લગભગ ત્રણ દાયકાઓ વીતી જવા છતાં રાજય સરકાર ગીર અભયારણ્ય જેવા આરક્ષિત વિસ્તારમાંથી પણ દબાણો દૂર કરી શકાવી નથી જે બહુ ગંભીર અને કમનસીબ બાબત છે એમ ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઇ ભરવાડે ઉમેર્યું હતું. રાજયમાં કુલ પશુઓના આંકડા જાહેર કરતાં મુકેશભાઇ ભરવાડે જણાવ્યું કે, રાજયમાં હાલ ૯૯ લાખ, ૮૩ હજાર, ૯૫૩ ગાયો નોંધાઇ છે, તો એક કરોડ, ત્રણ લાખ, ૮૫ હજાર,૫૭૪ ભેંસોની સંખ્યા છે. આ જ પ્રકારે બકરાની સંખ્યા ૪૯ લાખ, ૫૮ હજાર, ૯૭૨ અને ઊંટની સંખ્યા ૩૦,૪૧૫ જેટલી નોંધાઇ છે. ગાય, ભેંસ, બકરાં, ઊંટ સહિતના પશુઓના ચરિયાણ માટે રાજયમાં પૂરતા પ્રમાણમાં ગૌચરની જમીન જ ઉપલબ્ધ નથી, જે રાજયની કરૂણ વાસ્તવિકતા અને સરકારી તંત્રની બલિહારી છે.

Related posts

નર્મદાના ફ્લોરાઈડ યુક્ત પાણીમાંથી મુક્તિ

editor

કેવડિયા ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ નર્મદા જળના કર્યા વધામણાં

aapnugujarat

विघ्नहर्ता गणपति महोत्सव को लेकर राज्यभर में तैयारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1