Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આઇએસઆઇએસનું સામ્રાજ્ય ખતમ : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનું સામ્રાજ્ય ખતમ થઇ ગયું છે. આગામી સપ્તાહે કોઇ પણ સમયે આ વાતની ઔપચારિક જાહેરાત પણ કરી દેવામાં આવશે. ટ્રમ્પે બુધવારે જણાવ્યું કે, અમેરિકા અને તેના સહયોગી સૈન્યએ સીરિયા અને ઇરાકથી આઇએસઆઇએસના તમામ ઠેકાણાંઓને ખતમ કરી દીધા છે.
ટ્રમ્પ વોશિંગ્ટનમાં આઇએસઆઇએસને હરાવનાર ગ્લોબલ કોએલિશનના મંત્રીઓને સંબોધિત કરી રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, આગામી સપ્તાહે કોઇ પણ સમયે અમે ઔપચારિક રીતે આ જાહેરાત કરીશું કે આઇએસઆઇએસ ૧૦૦% ખતમ થઇ ગયું છે. પરંતુ આવું કરવા માટે હું થોડી રાહ જોવા ઇચ્છું છું. હું ઉતાવળમાં કંઇ જ કરવા ઇચ્છતો નથી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, એડમિનિસ્ટ્રેશને એક અપ્રોચ વિકસિત કર્યો છે. આનાથી યુદ્ધના મેદાનમાં અમેરિકન કમાન્ડરો અને અમારાં સહયોગીઓને એક નવી તાકાત મળી છે અને તેઓએ આતંકી સંગઠન સાથે સીધી ટક્કર લીધી છે. છેલ્લાં ૨ વર્ષમાં અમે ૨૦ હજાર વર્ગ માઇલ (૫૧૭૯૯ સ્ક્વેર માઇલ)નો વિસ્તાર આઇએસઆઇએસ પાસેથી છીનવીને અમારાં કબજામાં લઇ ચૂક્યા છીએ.
અમે યુદ્ધના મેદાનને સુરક્ષિત કરી લીધી છે. અમે એક જીત બાદ સતત જીત મેળવી. મોસુલ અને રક્કા પર ફરીથી કબજો મેળવ્યો. અમે ૯૬ કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આઇએસઆઇએસ નેતાઓને ખતમ કરી દીધા. આઇએસઆઇએસ ફરીથી સંગઠિત થવાના પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ આ તેમના માટે મુશ્કેલ હશે. હું એમ નથી કહેવા ઇચ્છતો કે અમારાં કારણે શ્રેષ્ઠ કામ થયું.

Related posts

ભારતીય યુવાનોને આઇએસમાં ભરતી કરાવનારી મહિલાની પુછપરછ માટે એનઆઇએ ફિલીપાઇન્સ જશે

aapnugujarat

मोगादिशु में आत्मघाती हमला, 7 लोगों की मौत

editor

आतंक के खिलाफ अमेरिका ने दिया भारत को झटका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1