Aapnu Gujarat
બ્લોગ

પ્રદુષણની અસર : આગામી ૮૦ વર્ષમાં પૃથ્વીનો રંગ બ્લુ નહીં રહે!

અમેરિકના વિશ્વ વિખ્યાત મેસેચ્યુસેટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં તાજેતરમાં જ થયેલા અભ્યાસ મુજબ પ્રદુષણના કારણે આગામમી ૮૦ વર્ષમાં પૃથ્વીનો રંગ બ્લુ નહીં રહે. હાલમાં જ્યારે પણ અવકાશમાંથી પૃથ્વીની તસવીર લેવામાં આવે છે, ત્યારે તેનો રંગ બ્લુ દેખાય છે. પ્રદુષણના કારણે સમુદ્રના અતિસુક્ષ્મ જીવ ફાયટોપ્લેન્ક્‌ટન પર વિપરીત અસર થઈ રહી છે. આ જીવના કારણે સમુદ્રનો રંગ બ્લૂ દેખાય છે. એમઆઈટીના સંસોધનકર્તા વૈજ્ઞાનિક ડટકેવિક્ઝે કહ્યું, “ ૨૧મી સદીના અંત સુધીમાં સમુદ્રના રંગમાં નોંધપાત્ર પરિવર્તન આવશે.સમુદ્રના જીવો પર જળવાયુ પરિવર્તનની અસરના કારણે તેમના રંગોમાં અને દેખાવમાં પરિવર્તન આવી શકે છે.”
એમઆઈટીમાં થયેલા અભ્યાસ મુજબ સમુદ્રના બેક્ટેરિયાનો રંગ વધુ ઘાટો થઈ જવાના કારણે ઉપરથી તેના દેખાવમાં પરિવર્તન આવી શકે છે. સમૃદ્રનો કેટલોક હિસ્સો હાલમાં લીલા રંગોનો જોવા મળે છે, જ્યારે કેટલોક હિસ્સો બ્લુ છે, જેનું કારણ સમુદ્રના આ સુક્ષમ જીવો છે.
વૈજ્ઞાનિકોના મતે આ સદીના અંત સુધીમાં જળવાયુ પરિવર્તનના કારણે પૃથ્વીનું તાપમાન ૩ ડિગ્રી જેટલું વધી શકે છે. આ સ્થિતિમાં સમુદ્રના રંગોમાં પરિવર્તન આવશે અને પૃથ્વી ભવિષ્યમાં બ્લુ દેખાય નહીં તેવી શક્યતા છે.

Related posts

ये मोबाइल यूँ ही हट्टा कट्टा नहीं बना

aapnugujarat

નવરાત્રિની શોભા : નવરંગી ચુંદડી અને પંચરંગી ચણિયાચોળી

aapnugujarat

મોદી સરકારનાં કરવેરા સુધારા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1