Aapnu Gujarat
બ્લોગ

મોદી સરકારનાં કરવેરા સુધારા

ગયા વર્ષે જૂન માસમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીટીડી) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ કસ્ટમ્સ (સીબીઈસી)ના અધિકારીઓને સંબોધન કર્યું ત્યારે તેમણે દરેક શબ્દનો પ્રથમ અક્ષર લઈને સરકારી તિજોરી માટે ભંડોળ એકત્ર કરવા માટેની ભૂમિકા બજવવા રેપિડ નામ આપ્યું હતું.
‘રાજસ્વ જ્ઞાન સંગમ’ના સમાપન પ્રસંગે અત્યંત વરિષ્ઠ કરવેરા અધિકારીઓ તેમની સાથે સાચા અર્થમાં રેપિડ સંદેશો લઈને ગયા હતા, જેનો અર્થ રેવન્યુ (આવક), એકાઉન્ટીબિલીટી (જવાબદેહિતા), પ્રોબિટી (ઈમાનદારી), ઈન્ફોર્મેશન (માહિતી) અને ડિજિટાઈઝેશન થાય છે. પ્રધાન મંત્રીના સંદેશાનો સાર ભાગ એ હતો કે જે લોકો કરવેરો ભરવાનું ટાળે છે તેમની સામે નિયમો અમલી બનાવવા જોઈએ, પરંતુ જે લોકો કરવેરો ભરે છે અથવા તો કરવેરો ભરવાની ઈચ્છા દર્શાવે છે તેમની રાષ્ટ્રિય ફરજ ગૌરવભેર અને ભય વગર બજાવી શકાય તેવી સ્થિતિ હોવી જોઈએ.કરદાતાઓ જ્યારે સાચી માહિતી, યોગ્ય કાયદા, સાધનો દ્વારા સજ્જ હોય અને ઈમાનદારી તથા જવાબદેહિતા ધરાવતા અધિકારીઓ હોય ત્યારે ભય રહેતો નથી. કરવેરા અંગેના કાયદાઓ ખૂબ જ અટપટા હોવાનો ઈતિહાસ છે અને તે પ્રમાણિક કરદાતાને પણ તેના નિયમો અને પેટા નિયમોમાં ગૂંચવી નાંખે છે. આ સરકાર વ્યક્તિઓ, વેપાર અને ઉદ્યોગ વગેરે માટે આ નિયમો આસાન બનાવવા પ્રયત્નશીલ રહી છે, જેના પરિણામે લોકો તેમના બાકી વેરા હોંશભેર ભરી શકે.
એવું કહી શકાય કે ઘણીવાર કરવેરા અંગેના કાયદાઓ બદલવા મુશ્કેલ હોય છે, કારણ કે કાયદાઓના દરેક હિસ્સાની ચકાસણી માટે અદાલતોમાં દાવાઓ કરાયા હોય છે. દા.ત. જેની ખૂબ ચર્ચા થઈ છે તે પાછલી અસરથી લાગુ પડવામાં આવતા કરવેરાને અગાઉની સરકાર દરમિયાન પોલિસી પેરાલિસીસ માટેનું એક કારણ ગણવામાં આવતું હતું. ન્યાયતંત્ર સમક્ષ પડેલા કેટલાક કેસના ચૂકાદા બાકી હોવા છતાં પાછલી અસરથી કરવેરા વસૂલ કરવાની પધ્ધતિને વિદાય આપવામાં આવી છે.કરદાતાઓનું જીવન આસાન બને તે માટે નાણાં મંત્રાલય કરવેરાના પાલનનો બોજો ઘટે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે. દા.ત. અગાઉના અંદાજપત્રમાં નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ ડોમેસ્ટીક ટ્રાન્સફર પ્રાઈસીંગનો વ્યાપ નિયંત્રિત કરવા માટેની જાહેરાત કરી હતી. આ ફાયનાન્સ એક્ટ વર્ષ ૨૦૧૨માં એક એન્ટી-એવોઈડન્સના પગલાં તરીકે લાવવામાં આવ્યો હતો.
સમાન પ્રકારે બિઝનેસની સંસ્થાઓના ઓડિટ માટેની શરૂઆત રૂ.૧ કરોડની અનુમાનીત આવકથી થતી હતી તે વધારીને રૂ.૨ કરોડ કરવામાં આવી છે. વ્યક્તિઓ અને એચયુએફ દ્વારા હિસાબી ચોપડાઓ જાળવવાની મર્યાદા રૂ.૧૦ લાખથી વધારીને રૂ.૨૫ લાખ કરવામાં આવી છે.
વ્યવસાયીઓ માટે અનુમાનીત કર મર્યાદા વાર્ષિક રૂ.૫૦ લાખની આવક ઉપર લાગુ કરવામાં આવી છે. સ્વાભાવિકપણે આ બધી જોગવાઈઓથી નાના બિઝનેસને હિસાબી ચોપડાઓ સાચવવાનું આસાન બનશે.વપરાશકારો માટે આસાની થાય તેવી કેટલીક જોગવાઈઓ આવકવેરાના કાયદામાં દાખલ કરવામાં આવી છે તેનાથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સને શેર, હિસ્સો કે વ્યાજ ટ્રાન્સફર કરવાની કામગીરીમાં આસાની થશે.આમ છતાં, સૌથી મોટો અને સૌથી અસરકારક કર સુધારો ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સ્વરૂપે આ વર્ષે જુલાઈમાં અથવા તો મોડામાં મોડો સપ્ટેમ્બર સુધીમાં લાગુ થશે. જો કે, સમગ્ર રાજકીય સમૂદાયને આ વેરા અંગે સંમત થવા બાબતે તથા સંસદમાં પરિવર્તનકારી બંધારણિય સુધારા માટે તથા તે અંગેના કાયદાઓ મંજૂર કરાવવા માટે પ્રશંસા પાત્ર ગણવું જોઈએ. પ્રધાનમંત્રીના મક્કમ અભિગમને કારણે આ કામગીરી ખૂબ જ દ્રઢતા સાથે થઈ શકી છે. જીએસટી અમલી બનાવવા અંગે જ્યારે પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી પોતે જ આ કામગીરીની સમિક્ષા કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર, રાજ્યો અને બિઝનેસની સંસ્થાઓ આ આડકતરો વેરો અપનાવવા સજ્જબને તથા વિવિધ બિઝનેસ અને ગ્રાહકોની ગુડ્‌ઝ અને સર્વિસીસ ઉપર વેરો ચૂકવવાની પધ્ધતિમાં પરિવર્તન આવે તે બાબતે ધ્યાન આપી રહ્યા છે.અગાઉના કાયદાઓમાં મૂળ ઉત્પાદકને આધારે વેરા લેવાતા હતા. જીએસટી એક ગ્રાહક આધારિત વેરો બની રહેશે અને તેમાં વેરાની ચૂકવણી અને ક્રેડિટની પધ્ધતિઓમાં ભારે ફેરફારો થશે. સંજોગવશાત એક્સાઈઝ, એડિશનલ એક્સાઈઝ, વેલ્યુ એડેડ ટેક્સ અથવા તો વેચાણ વેરો, સર્વિસ ટેક્સ અને ઓક્ટ્રોય જેવા વેરાઓને બદલે માત્ર એક જ વેરા અંગે સંમતિ સધાઈ છે.વિવિધ અંદાજોમાં સૂચવવામાં આવ્યા મુજબ જીએસટીને પરિણામે દેશની એકંદર ઘરગથ્થુ પ્રોડક્ટસ (જીડીપી)માં ઓછામાં ઓછો ૧ થી ૨ ટકાનો વધારો થવો જોઈએ, કારણ કે કેટલાક વેપારો અને ઉદ્યોગો કર માળખાની બહાર રહી જતા હતા તેમણે પોતાના હિતમાં અને કામગીરીની કાર્યક્ષમતા માટે નવી કર વ્યવસ્થા અપનાવવાનું જરૂરી બનશે. જીએસટી અંગે જે ચિંતાઓ સેવવામાં આવે છે તે સાચી ઠરશે નહીં, પરંતુ મધ્યમથી લાંબે ગાળે કિંમતો ઓછી થશે અને સમગ્ર વેલ્યુ ચેઈનમાં ટ્રેડ ચેનલોને ક્રેડિટસ ઉપલબ્ધ થશે. વધુમાં આંતર- રાજ્ય સરહદો પર માલ- સામાનની હેરફેરમાં વિલંબને કારણે આર્થિક વ્યવહારોને જે ખર્ચ વધતો હતો તેમાં ઘટાડાના કારણે ગ્રાહકોનો ખર્ચ પણ ઓછો થશે.
જીએસટી આસાનીથી અમલમાં આવે તે માટે વ્યાપાર ઉદ્યોગને સજ્જ બનાવવામાં આવ્યા છે અને સીબીડીટી, સીબીઈસી સહિતની સમગ્ર તંત્ર વ્યવસ્થાની સાથે સાથે રાજ્ય સરકારોને પણ કર્મચારીઓને તાલિમ આપવા તથા વેપારી વર્ગ સાથે પરામર્શ માટે સજ્જ બનાવાયા છે.
શરૂઆતના તબક્કાઓમાં વ્યાપારી સંસ્થાઓ દ્વારા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ નેટ (જીએસટીએન) તરફ સ્થળાંતર માટે કેટલીક રાહતોની માગણી કરવામાં આવશે. કદાચ, જીએસટી કાઉન્સીલ દ્વારા આ મુદ્દાની ગુણવત્તાને આધારે નિર્ણય કરવામાં આવશે. જીએસટી સફળ બને તેના ઘણાં મોટા લાભ છે અને તે ભારતમાં કર સુધારાનો શો-પીસ બની રહેશે.
વૈશ્વિક રેટીંગ એજન્સીઓ અને વિવિધ પ્રકારના કામ કરતા સંગઠનો પણ જીએસટીના અમલીકરણ બાબતે ચાંપતી નજર રાખી રહ્યા છે. તેનું સરળતાથી અમલીકરણ થશે તો ભારત વિશ્વ બેંકના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં થોડાક કદમ આગળ વધશે. કરવેરા એ એક મહત્વનું બેરોમીટર છે, જે સ્થાનિક અથવા તો વૈશ્વિક મૂડી રોકાણની સફળતા માટે ઉદ્દીપકનું કામ કરે છે. અત્યારે તો ભારત યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે.

Related posts

સરદાર પટેલ એક વિલક્ષણ અને વિચક્ષણ માનવી

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી છે ? તો આ છે સરળ રીત, જાણી લો…

editor

Leave a Comment

UA-96247877-1