Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ થતા ઇમરાન ખાને નારાજગી વ્યક્ત કરી

પાકિસ્તાનના ખૈરપુરના કુમ્બ મંદિરમાં તોડફોડના સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે કેટલાક ઉપદ્રવીઓએ મંદિરમાં રાખેલા ધર્મપુસ્તકોને આગ લગાડી છે અને મૂર્તિઓને ખંડિત કરી છે. ખૈરપુર પાકિસ્તાનના સિંધમાં છે. આ સમાચાર સામે આવ્યા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તાત્કાલીક હરકતમાં આવ્યા અને તેમણે સ્થાનિક વહીવટિ તંત્રને આરોપીઓ સામે કડક પગલાં લેવા કહ્યું છે.
ઇમરાન ખાને પોતાની ટ્‌વીટમાં કહ્યું છે, આમ કરવું પવિત્ર કુરાનની તાલિમ વિરુદ્ધ છે. આ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાનના મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોય.
આ પહેલા સમાચાર આવ્યા હતા કે કરાચી જિલ્લાના મનોરામાં સ્થિત વરૂણ દેવ મંદિરનો એક ભાગ શૌચાલય તરીકે ઉપયોગમાં લેવાતો હતો.
જ્યારે પૂજા માટે મંદિરનો ઉપયોગ થતો હતો ત્યારે ૧૯૫૦ના દશકામાં હિન્દુ સમુદાયે ’લાલ સાઈ વરુણ દેવ’નો ત્યોહાર છેલ્લી વખત ઉજવ્યો હતો. હવે મંદિરનાં ઓરડાઓ અને પરિસરનો શૌચાલયના રૂપમાં ઉપયોગ થાય છે. આ હિન્દુ સમુદાયનું મોટું અપમાન છે. મંદિરનું ધ્યાન રાખનાર જીવરાજે જણાવ્યું કે કોઇ પણ અલ્પસંખ્યકોના અધિકારોનું સન્માન નથી કરતું.
આ મંદિર મનોરા ટાપુ પર સ્થિત છે જે તેને પાકિસ્તાની નૌકાદળના અધિકારક્ષેત્રમાં લાવે છે.
મીડિયા દ્વારા મંદિરની માલિકી અંગે પૂછપરછ કરવા માટે લશ્કરી સંપત્તિ અધિકારી (એમઇઓ) સાથે સંપર્ક કરવાનો પ્રયત્નો કરાયા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં અને જ્યારે જીવરાજે મનોરા છાવણી બોર્ડ (એમસીબી)ને પત્ર લખ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે અહીં કોઈ રેકોર્ડ નથી.

Related posts

બ્રિટનની સરહદો ડિજિટલ બનાવાશે : પ્રીતિ પટેલ

editor

पाक में दाल, तेल और दूध तक की महंगाई चरम पर

aapnugujarat

અમેરિકામાં પ્રવેશ માટે રસીના બે ડોઝ ફરજિયાત

editor

Leave a Comment

UA-96247877-1