Aapnu Gujarat
શિક્ષણ

દેશભરની કોલેજોમાં ૧૦ % અનામતને મળી મંજૂરી, ૨૫ ટકા સીટ પણ વધશે

દેશભરની એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર કોલેજોમાં ૨૦૧૯થી સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામતનો લાભ મળશે.અખિલ ભારતીય ટેક્નિકલ શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંગળવારે સામાન્ય વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે ૧૦ ટકા આપવાના નિયમને મંજૂરી આપી દીધી છે. આ સાથે ૨૫ ટકા સીટ વધારવાનો પણ આદેશ આપી દીધો છે.એઆઈસીટીઈ ચેરમેન પ્રો. અનિલ ડી સહસ્ત્રબુદ્ધ અનુસાર, મંગળવારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક આયોજીત થઈ. આમાં નિર્ણય લેવામાં આવ્યો કે, એઆઈસીટીઈ માન્ય પ્રાપ્ત તમામ સરકારી કે સરકારી સહાયતાથી ચાલતી સંસ્થામાં ૨૦૧૯થી સામાન્ય વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીને એડમિશનમાં ૧૦ ટકા અનામત આપવામાં આવશે.સરકારી કે સરકારી સહાયતા પ્રાપ્ત સંસ્થાઓને ટુંક સમયમાં બેઠકમાં વધારો કરવા માટે આર્થિક નાણાકીય સહાયતા બેજટ મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે.

Related posts

કેનેડા ભણવા જવામાં ભારતીયોએ રેકોર્ડ કર્યો, 2022માં 2.26 લાખ સ્ટુડન્ટ કેનેડા પહોંચ્યા

aapnugujarat

એલ.ડી. કોલેજમાં ૧૪મીથી ટેકનિકલ ફેસ્ટિવલ યોજાશે

aapnugujarat

રાજ્ય સરકારે શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડ જાહેર કર્યું

editor

Leave a Comment

UA-96247877-1