Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં પ્રવેશ માટે રસીના બે ડોઝ ફરજિયાત

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલાં કોરોના વાઇરસના ડેલ્ટા સ્ટ્રેનના સબવેરિઅન્ટ ઊભા થવા લાગ્યા છે અને હવે તેણે ઇઝરાયેલમાં પણ દેખા દીધી છે. બુધવારે ઇઝરાયેલે ડેલ્ટા સ્ટ્રેનના સબવેરિઅન્ટનો એક કેસ નોંધાયો હોવાની પુષ્ટિ આપી છે. ઇઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વેરિયન્ટ છરૂ ૪.૨. કે જે યુરોપના ઘણા દેશોમાં દેખાયો છે તે ઇઝરાયેલમાં પણ પ્રવેશ્યો છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે, યુરોપથી આવેલો એક ૧૧ વર્ષનો બાળક આ સ્ટ્રેનનો કેરિયર હતો.નવી યુએસ ટ્રાવેલ પોલિસી હેઠળ એવા આંતરરાષ્ટ્રીય પ્રવાસીને દેશમાં પ્રવેશ નહીં મળે કે જે કોવિડ-૧૯માંથી બહાર આવી ગયો હોય અને તે પછી બે ડોઝ ધરાવતી વેક્સિનનો એક જ ડોઝ લીધો હોય. નોંધનીય છે કે, ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના દેશોમાં આ ધોરણને ફુલ્લી વેક્સિનેટેડ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તે આઠ નવેમ્બરથી ફુલ્લી વેક્સિનેટેડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેની સરહદોને ખોલી નાખશે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રેઝન્ટેશને જણાવ્યું હતું કે, તે બે ડોઝ ધરાવતી વેક્સિનના બે ડોઝના કોઈપણ કોમ્બિનેશનને માન્યતા આપશે. આ એજન્સીના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે જે લોકોએ ફકત એક જ ડોઝ લીધો હશે તેમને તેઓ કોવિડ-૧૯માંથી ઉગરી ગયા હોવાની બાબતને ધ્યાનમાં લીધા વગર જ બાદ કરવામાં આવશે, ફુલ્લી વેક્સિનેટેડનો અર્થ બે ડોઝ ધરાવતી વેક્સિનના બન્ને ડોઝ લેવાયા હોય તેને જ ગણવામાં આવશે. અમેરિકાના નવા નિયમની સ્પષ્ટતાના કારણે ભારત અને યુરોપમાંથી અમેરિકાનો પ્રવાસ કરવા માંગતા સેંકડો લોકોના આયોજન પર બ્રેક વાગી શકે છે. જાે કે અમેરિકાએ ક્યારેય પણ તેની ઘરઆંગણાની વેક્સિનેશનની વ્યાખ્યાઓમાં કોવિડ-૧૯માંથી રિકવરીને સમાવી ન હતી.

Related posts

ચીને ભારત સરહદે શક્તિશાળી અને ટેક્નોલોજીથી સજ્જ સૈનિકોની ફોજ ખડકી

aapnugujarat

2 Eurofighter warplanes crashed in northeastern Germany after mid-air collision

aapnugujarat

Pakistan is a hub of terrorism, spreading lies on Kashmir : India to UN

aapnugujarat

Leave a Comment

UA-96247877-1