Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીસેટ-૩૧ સફળરીતે લોંચ કરાયું

ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થા ( ઇસરો)એ ૪૦માં કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૩૧ને આજે સફળરીતે લોંચ કરવામાં આવતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ લોંચ ફ્રેન્ચ ગુયાનામાં સ્થિત યુરોપિયન સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ બુધવારના દિવસે રાત્રે ૨-૩૧ વાગે લોંચ કરવામા ંઆવ્યા બાદ ૪૨ મિનિટના ગાળા બાદ આ સેટેલાઇટ તેના નિર્ધારિત પરિભ્રમણ કક્ષામાં ગોઠવાઇ જતા વૈજ્ઞાનિકોએ રાહત અનુભવી હતી. જીસેટ-૩૧નું વજન ૨૫૩૫ કિલોગ્રામ છે અને આ સેટેલાઈટની અવધિ ૧૫ વર્ષની છે. આ સેટેલાઇટ ભારતના સૌથી જુના ઇન્સેટ-૪ સીઆરનું સ્થાન લેશે. ફ્રેન્ચ ગુયાનામાં ઇસરો તરફથી ઉપસ્થિત રહેલા સતિષ ધવન સ્પેશ સેન્ટરના ડિરેક્ટર એસ પાંડિયને કહ્યું હતું કે, લોંચ વેળા કોઇ સમસ્યા નડી ન હતી. જીસેટ-૩૧ સેટેલાઇટ ઇન્સેટ સેટેલાઇટને રિપ્લેશ કરશે. તેઓ આ સફળતા માટે એરિયન સ્પેશ અને ઇસરોના અધિકારીઓને અભિનંદન આપવા માંગે છે જે અહીં જાન્યુઆરી મહિનાથી જ પહોંચ્યા હતા. પાંડિયને કહ્યું હતું કે, એરિયન સ્પેશ આ વર્ષે જૂન-જુલાઈમાં વધુ એક કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૩૦ લોંચ કરશે. એરિયન સ્પેશ અને ઇસરોના સંદર્ભમાં પાંડિયને કહ્યું હતું કે, અમારા એરિયન સ્પેશથી ૧૯૮૧થી સંબંધ રહેલા છે. તે વખતે એરિયન ફ્લાઇટ એલ-૦૩ દ્વારા ભારતના પ્રાયોગિક સેટેલાઇટ એપલને લોંચ કરવામાં આવતા આને લઇને ખુશી જોવા મળી હતી. એરિયન સ્પેશના સીઈઓ સ્ટીફન ઇઝરાયેલે કહ્યું હતું કે, એરિયન વ્હીકલ દ્વારા ભારત માટે લોંચ કરવામાં આવેલા આ ૨૩માં સફળ અભિયાન તરીકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ભારતમાં સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-૧૧ને લોંચ કરવામાં સફળતા મળી હતી જેનું વચન ૫૮૫૪ કિલોગ્રામ હતું. લોંચથી પહેલા ઇસરોના વડાએ ફ્રેંચ ગુયાનાથી કહ્યું હતું કે, જીસેટ-૩૧ જુના સેટેલાઇટ ઇન્સેટ ૪સીઆરની જગ્યા લેશે જેની અવધિ ટૂંકમાં પૂર્ણ થઇ રહી છે. ઇસરોએ એમ પણ કહ્યું છે કે, જીસેટ-૩૧નો ઉપયોગ વીસેટ નેટવર્ક, ટેલિવિઝન અપલિંકિંગ, ડિજિટલ સેટેલાઇટ, ડીટીએચ સર્વિસ, અન્ય સર્વિસમાં કરવામાં આવશે. આ લોંચ એરિયન સ્પેસના એરિયન-૫ રોકેટ માટે કરવામાં આવ્યુ ત્યારે ઇસરોના તમામ લોકોની નજર તેના પર હતી. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ૧૯મી ડિસેમ્બરના દિવસે ઇન્ડિયન રિસર્સ સ્પેશ ઓર્ગેનાઇઝશને પોતાના કોમ્યુનિકેશન સેટેલાઇટ જીએસએલવી-એફ૧૧ જીસેટ-૭એને લોંચ કરી દેતા ઉપસ્થિત વૈજ્ઞાનિકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. લોન્ચિંગના થોડાક સમય બાદ જ તે સફળતાપૂર્વક પરિભ્રમણ કક્ષામાં પ્રવેશ કરી જતાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.

Related posts

राज्यसभा ने शीला दीक्षित को दी श्रद्धांजलि

aapnugujarat

બસપ સાથે ગઠબંધન રાખવા અખિલેશ બેઠકો પણ છોડશે

aapnugujarat

8 હજાર શિક્ષકો એ લખ્યો અમિત શાહ ને પત્ર

editor

Leave a Comment

UA-96247877-1