Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉદ્ધવે મોદીની તુલના તાંત્રિક સાથે કરીઃ ‘કેટલાક લોકો ખોટા વાયદા કરે છે

મુંબઈમાં કુપોષણ પર લખેલા પુસ્તકનું વિમોચન કરવા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની તુલના તાંત્રિક સાથે કરી છે. મોદીનું નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જેવી રીતે તાંત્રિક લોકોના અંધ વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે તેવી જ રીતે કેટલાક લોકો વાયદા કરીને લોકોને બહેકાવે છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તાંત્રિકની જેમ કોઈ આવે છે અને કહે છે કે હું ૨૦૨૨માં હું તમને આ કરી દઈશ અને તે કરી દઈશ. આપણે તેની પણ પર વિશ્વાસ કરીએ છીએ. હું અંધ વિશ્વાસની વાત કરું છું. આપણે અંધવિશ્વાસ પર વિશ્વાસ કરીએ છીએ. મારે એવા તાંત્રિકની જાળમાંથી લોકોને છોડાવવા છે, રાજકારણમાં પણ. ઉદ્ધવ ઠાકરે લોકસભાની ચૂંટણીઓને લઈને આજે પાર્ટી સાંસદોની બેઠક બોલાવી છે. મહારાષ્ટ્રમાં ગઠબંધનને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે લડાઈ ચાલી રહી છે.
આ પહેલાં પણ શિવસેનાએ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની ભૂખ હડતાળમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. શિવસેનાએ કહ્યું હતું કે સરકાર અન્ના હજારેની જિંદગી સાથે ન રમે. ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનમાં ૮૧ વર્ષના અન્ના હજારેનાં સ્વાસ્થ્ય પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઠાકરેએ કહ્યું હતું કે અન્ના હજારેની લડાઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. જેનો દેશ સામનો કરી રહ્યો છે. સામનામાં કહ્યુ છે કે ભાજપની હાલત ખરાબ છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં તે ૧૦૦ સીટો પર સમેટાઈ જશે.
તેમણે અન્નાને અનશનના બદલે લોકોની વચ્ચે જાગૃતિ ફેલાવવા પોતાની લડાઈને રસ્તાઓ પર લઈ જવા કહ્યું હતું. ઠાકરેએ વ્યંગ કરતાં એમ પણ કહ્યું હતું કે હાલના સમયમાં દેશમાં લોકોને એનેસ્થેસિયા અપાયો છે. તેમને આ સ્થિતિમાંથી બહાર કાઢવાની જરૂર છે.

Related posts

રાયબરેલીમાં ન્યુ ફરક્કા એક્સપ્રેસ ખડી પડતા ૭નાં મોત

aapnugujarat

વીંછીવાળા નિવેદન પર બબાલ, શશી થરૂરે રવિશંકરને ફટકારી નોટિસ

aapnugujarat

तीन तलाक पर एनडीए सरकार ने लिया यु-टर्न

aapnugujarat

Leave a Comment

UA-96247877-1