Aapnu Gujarat
રમતગમત

સ્મિથ-વોર્નરે વર્લ્ડકપ પહેલા ફિટનેસ સાબિત કરવી પડશે : લેંગર

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના હેડ કોચ જસ્ટિન લેંગરને આશાવાદ છે કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા માટે રમશે. તે સાથે લેંગરે એ પણ કહ્યું હતું કે ટીમમાં સ્થાન માટે બંને ખેલાડીઓએ કોણીની ઇજામાંથી ઉભરી વર્લ્ડકપ પહેલા પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. વૉર્નરને માઈનર ઇજા થઇ હતી અને તે જલ્દી ફિટ થઇ જશે. જયારે સ્ટીવ સ્મિથને ઇજામાંથી સંપૂર્ણપણે ફિટ થતાં વધુ એક મહિના જેટલો સમય લાગી શકે છે.
એક વેબસાઈટ સાથે વાત કરતા લેંગરે કહ્યું કે અમારે ધ્યાન રાખવું પડશે કે તે બંને પોતાની ઇજામાંથી કઈ રીતે બહાર આવી રહ્યા છે. સ્મિથ અને વોર્નર વર્લ્ડકપ પહેલા ક્રિકેટની રિધમ મેળવી લે તે જરૂરી છે.
સ્મિથ અને વૉર્નરનો બેન ૨૯ માર્ચે સમાપ્ત થાય છે અને તે બંને ત્યાર સુધીમાં ફિટનેસ પ્રાપ્ત કરી લે તો પાકિસ્તાન સામેની વનડે સિરીઝની છેલ્લી મેચો રમી શકે છે. જો તેવું ના બને તો આઈપીએલ તેમના માટે પોતાને સાબિત કરવાની છેલ્લી તક હશે.
લેંગરે કહ્યું કે તેઓ વર્લ્ડકપ પહેલા કેટલી મેચ રમે છે તેના પર ઘણું બધું નિર્ભર કરે છે. મને ખાતરી છે કે તેમને તક મળશે, તેમને કઈ રોકી શકે તેમ નથી. તેઓ બંને મહાન ખેલાડીઓ છે અને તેમનું વર્લ્ડકપમાં ના રમવું ગાંડપણ કહેવાશે.

Related posts

શ્રેયસ ઐય્યર ઈજાના કારણે આઈપીએલની સિઝનમાંથી બહાર

editor

जापान ओपन : श्रीकांत, समीर पहले ही दौर से बाहर

aapnugujarat

IPL – 12નાં છેલ્લાં ચરણમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં રમે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1