Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરએસએસ ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરશે…!!?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સાથે વાતચીત માટે એક સંલગ્ન એકમ ગઠિત કરવા પર વિચાર કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આરએસએસ ગત એક વર્ષથી ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરવાના પ્રયાસમાં લાગ્યું છે. આ મંચ મુસ્લિમ રાષ્ટ્રીય મંચની જમે ગઠિત કરવામાં આવશે, જે ભારતના મુસ્લિમ સુમદાયની વચ્ચે કામ કરનારું આરએસએસનું એક સંલગ્ન એકમ છે.
આરએસએસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈને આરએસએસ અધિકારીઓએ સૌથી પહેલા વર્ષ ૨૦૧૬માં પાદરીઓ સાથે સંપર્ક સાધ્યો હતો. જોકે, ત્યારે આ વાતચીતનું કોઈ પરિણામ નહોતું મળ્યું. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ફરી એકવાર તેના પ્રયાસો શરૂ થયા હતા. ત્યારે ઉત્તર ભારતીય ચચ સાથે જોડાયેલા આગ્રાના એક પરિવારે નવી દિલ્હી અને નાગપુરમાં સંઘ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી સંઘ અને ખ્રિસ્તી સમુદાયના સભ્યો તથા પાદરીઓની વચ્ચે મુલાકાતોનો દોર ચાલુ છે. રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈ ચાલી રહેલી વાતચીતમાં સામેલ લોકો આમ તો પોતાનું નામ જાહેર કરવાથી બચી રહ્યા છે, પરંતુ તેઓએ આ મંચની રચનાને લઈ ચાલી રહેલા પ્રયાસોની પુષ્ટિ કરતાં કહ્યું કે આ મંચ સંઘ અને ખ્રિસ્તી સમુદાયની વચ્ચે પુલની જેમ કામ કરશે.
પોતાના અનુભવ અને સંઘની સાથે વાતચીતના આધારે મને લાગે છે કે ખ્રિસ્તી સમુદાયના લોકોને આરએસએસની નજીક જવું જોઈએ, જેથી તેઓ તેમની સાથે વાતચીત કરી રાષ્ટ્ર નિર્માણમાં સંઘની ભૂમિકાને સમજી શકે.

Related posts

કાશ્મીરમાં પ્રથમ ઘટના : બેંક લૂંટતા આતંકી મૂસા પર લોકોએ ફેંક્યા પથ્થર

aapnugujarat

सरकार का तोहफा, कर्मचारियों को मिलेगा 10000 रुपये का फेस्टिवल एडवांस

editor

राज्‍यसभा में बीजद ने की ओडिशा को विशेष राज्य का दर्जा देने की मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1