આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર સબ્ઝાર અહમદ ભટના માર્યા ગયા પછી કાશ્મીરમાં ૫૦થી વધુ જગ્યાઓ પર હિંસા ભડકી ઉઠી છે. તેમાં ૧ નાગરિકનું મોત થયું છે અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે. સાવચેતીના પગલાંરૂપે શ્રીનગરના ૭ પોલીસ-સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. ગાંદેરબલ જિલમાં પણ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. સુરક્ષાદળોએ શનિવારે સબ્ઝારને એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. તેની ખબર ફેલાતાં જ લોકોએ આર્મી પર પથ્થરમારો શરૂ કર્યો હતો.ન્યુઝ એજન્સી પ્રમાણે, શ્રીનગરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ફારૂખ લોને જણાવ્યું કે રવિવારે શહેરના ૭ પોલીસ-સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. જે જગ્યાઓ પર કર્ફ્યુ લાગ્યો છે તેમાં ખાનયાર, કરાલખુદ, મહારાજ ગંજ, મૈસુમા, નૌહટ્ટા, રેનવાડી અને સફાકદળ સામેલ છે.ગાંદેરબલના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તારિક હુસૈન ગનીએ કહ્યું,લૉ એન્ડ ઓર્ડર જાળવવા માચે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, જે આગલા આદેશ સુધી લાગુ રહેશે જેથી કોઇ પબ્લિક અને પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન ન પહોંચાડી શકે.જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સુરક્ષાદળોએ ૨ એન્કાઉન્ટર ઓપરેશન્સ કર્યા હતા. એક ઓપરેશન રામપુર સેક્ટર તે બીજું ત્રાલમાં ચલાવવામાં આવ્યું. આ દરમિયાન આર્મીએ ૧૦ આતંકીઓ માર્યા, જેમાં સબ્ઝાપ પણ સામેલ છે.કાશ્મીરમાં હિંસાને જોતા ટ્રેન સર્વિસ રદ્દ કરવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરમાં શ્રીનગર-બડગામ અને બારામુલા વચ્ચે ટ્રેનોની આવ-જા હાલમાં રોકી લેવામાં આવી છે. તે જ રીતે બડગામ-શ્રીનગર-અનંતનાગ-કાજીગુંડથી બનિહાલ જતી ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે. સુરક્ષાના કારમોસર આ પગલાં લેવામાં આવ્યા છે.સબ્ઝારના માર્યા ગયા પછી સાવચેતી માટે આખા કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસીઝ પર પણ રોક લગાવવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, બીઓસએનએલની બ્રોડબેન્ડ સર્વિસ નોર્મલ રીતે ચાલુ છે. કોઇ પ્રકારની અફવાઓ ન ફેલાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્ય સરકારે ઘાટીમાં ૨૨ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર બેન લગાવ્યો હતો, જે લગભગ એક મહિનો ચાલ્યો હતો.કાશ્મીરમાં મોટાભાગની કોલેજ અને સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.