દેશની રાજધાની દિલ્હીમાં નેશનલ લેવલ શૂટર પતિ પત્નીની બહાદૂરી અને સૂઝબૂઝના કારણે એક વ્યક્તિની જાન તો બચી પણ સાથે સાથે તેમણે કિડનેપર્સને ધૂળ ચટાડી દીધી. પોતાના ઘરમાં શૂટિંગની પ્રેક્ટિસ કરતી આયેશાએ અન્ય મહિલાઓ સામે એક મિસાલ રજુ કરી છે. જે સાહસ અને સૂઝબૂઝના પરિચય સાથે લોકોમાં જાગરૂકતા ફેલાવવાનું કામ પણ કરે છે.
આ ઘટના દિલ્હીના ભજનપુરા વિસ્તારની છે. અહીં આયેશા નામની એક નેશનલ લેવલ શૂટરે તેના દીયરને તો બદમાશોના ચૂંગલમાંથી છોડાવ્યો જ પરંતુ સાથે સાથે બદમાશોના પગમાં ગોળી મારીને તેમને પોલીસમાં પણ પકડાવ્યાં. આ સમગ્ર ઘટના ૨૫ મેની ગુરુવાર રાતની છે.
આયેશા તેના પતિ ફલક શેર આલમ સાથે એક કાર્યક્રમમાં ગઈ હતી. આ દરમિયાન તેમના મોટા દીયરનો ફોન આવ્યો અને તેમણે ૨૫ હજાર રૂપિયાની માંગણી કરી.
તેમણે જણાવ્યું કે નાના ભાઈ આસિફને કોઈએ કિડનેપ કર્યો છે. આસિફ દિલ્હી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને પાર્ટ ટાઈમ કેબ ચલાવે છે.
ગુરુવારના રોજ તેણે બે મુસાફરો રફી અને આકાશને દરિયાગંજથી બેસાડ્યા હતાં જેમને ભોપુરા જવાનું હતું. પરંતુ તેમણે પોતાનો રસ્તો બદલી લીધો. મળતી માહિતી મુજબ આસિફે જ્યારે તેનો વિરોધ કર્યો તો બંને બદમાશોએ તેને કિડનેપ કરીને ભોપરા બોર્ડર પાસે લઈ ગયાં. ત્યાં તેની સાથે મારપીટ કરી અને લૂટફાટ પણ કરી. આટલાથી ન ધરાયા તો તેમણે આસિફના પરિવારને ફોન કરીને ૨૫ હજાર રૂપિયાની માગણી કરી. ઘરવાળા નક્કી જગ્યા પર રૂપિયા આપવા પહોંચ્યાં.