Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટ : ખેડૂતને ખાતામાં દર વર્ષમાં ૬૦૦૦ જમા

નાણામંત્રી પીયુષ ગોયેલે આજે મોદી સરકારના વર્તમાન અવધિના અંતિમ વચગાળાના બજેટને રજૂ કરતી વેળા તમામ વર્ગો માટે મોટી રાહતો જાહેર કરી હતી. ખેડૂતો માટે બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે જેના ભાગરુપે નાના ખેડૂતોને સૌથી વધારે ફાયદો થશે. પીયુષ ગોયેલે બજેટ રજૂ કરતી વેળા ખેડૂતોને નિરાશ કર્યા વગર તેમના માટે મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, નાના ખેડૂતોના ખાતામાં દર વર્ષ ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે. આ યોજનાને કૃષિ નિષ્ણાત સ્વામીનાથન અય્યરે ખુબ સારી યોજના તરીકે ગણાવી છે. ખેડૂતો માટે જાહેરાતો કરતા તેમણે કહ્યું હતું કે, ખેડૂતો માટે કિસાન વિકાસ સન્માન યોજના રહેશે. નાના ખેડૂતો જેમની પાસે બે હેક્ટર અથવા તો પાંચ એકર સુધીની જમીન છે તેવાના ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરવામાં આવશે. આ રકમ ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં સીધીરીતે બેંક ખાતામાં જમા કરવામાં આવશે. નાના અને મધ્યમવર્ગના ખેડૂતોને લઘુત્તમ રકમ મળી શકે તે માટે પ્રધાનમંત્ર કિસાન સન્માનનિધિ આપવામાં આવશે. આનાથી ૧૨ કરોડ ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોને ૩ ઇન્સ્ટોલમેન્ટમાં છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે. આ જાહેરાતથી ૧૨ કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને ફાયદો થશે પરંતુ આના ઉપરઆશરે ૭૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે. ગોયેલે કહ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ અને તેમની આવકને બે ગણી કરવા માટે સરકારે અનેક ઐતિહાસિક પગલા લીધા છે. ૨૨ મહત્વપૂર્ણ પાકના સમર્થન મૂલ્ય ૧.૫ ગણા કરવાનો નિર્ણય કરાયો છે. ત્રણ રાજ્યોમાં મળેલી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદથી એવી આશા કરવામાં આવી રહી હતી કે, ખેડૂતોને ખાસ રાહત આપવામાં આવશે. ગોયેલે કહ્યું હતું કે, મોદી સરકારના આશરે પાંચ વર્ષના ગાળામાં ખેડૂતોની આવક વધી છે. કૃષિ સેક્ટર માટે જે જાહેરાતો કરવામાં આવી છે તેના ભાગરુપે કુદરતી હોનારત દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો માટે બે ટકા વ્યાજ મુક્તિ રહેશે અને જો કોઇ ખેડૂતે સમયસર લોનન ચુકવણી કરે છે તો વધારાના ત્રણ ટકાની રાહત મળશે. બજેટમાં ખેડૂતો માટે શ્રેણીબદ્ધ રાહતો જાહેર કરીને નારાજ થયેલા ખેડૂત સમુદાયને ખુશ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

નાસાએ કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાનને અંતરિક્ષમાં રવાના કર્યું

editor

तलाक के मामले में सुप्रीम का एक और अहम फैसला

aapnugujarat

અરુણાચલના ખીણ વિસ્તારમાં ૨૦૦ રૂપિયે કિલો ખાંડ, ૧૫૦ રૂપિયે મીઠુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1