Aapnu Gujarat
રાષ્ટ્રીય

અરુણાચલના ખીણ વિસ્તારમાં ૨૦૦ રૂપિયે કિલો ખાંડ, ૧૫૦ રૂપિયે મીઠુ

ભારતમાં એક એવો પણ વિસ્તાર છે કે જ્યાં ખાંડ અને મીઠું ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. અરુણાચલના ખીણ વિસ્તારમાં રહેતા માજી સૈનિકો અને તેમનાં પરિવારજનોને ખાંડના કિલોના ૨૦૦ અને મીઠાના ૧૫૦ રૂપિયા ચૂકવવા પડે છે.આસામ રાઈફલ્સ અર્ધસૈનિક દળ દ્વારા ૧૯૬૧માં વિજયનગર વિસ્તારની શોધ શ્રીજીત દ્વિતીય નામના અભિયાન દરમિયાન કરવામાં આવી હતી. મેજર જનરલ એ. એસ. ગુઆરયા, આસામ રાઈફલ્સના આઈજીએ તેમાં ઘણી મદદ કરી હતી. આ વિસ્તારમાં જ્યારે તેઓ રહેવા આવ્યા હતા ત્યારે તેમણે જોયું કે આ વિસ્તારના લોકો ઘણા પરેશાન છે. તેથી તેમણે આ વિસ્તારના લોકોના સારા સ્વાસ્થ્ય અને નાણાકીય મદદ માટે ખાતરી આપી હતી, પરંતુ તે મુજબ થયું ન હતું.આ વિસ્તારના લોકો પાસે રોજગારીનો કોઈ ખાસ વિકલ્પ નથી ત્યારે આ વિસ્તારના રહીશોને ખાંડ અને મીઠા જેવી ચીજો બાબતે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમને ખાંડ અને મીઠા માટે ૨૦૦ અને ૧૫૦ રૂપિયા ચૂકવવા પડે છે. આ વિસ્તારના લોકોની આવક ૨૦૦ છે ત્યારે તેમને ખાંડ અને મીઠા માટે આટલી મોટી રકમ ચૂકવવી પડી રહી છે, જેમાં આ લોકોને આવી ચીજો મેળવવા પીસીઓમાંથી ફોન કરવો પડે છે બાદમાં તેમને આવી ચીજો મળે છે અને તે પણ આટલી મોંઘી. દરમિયાન આ વિસ્તારમાં નજીક કોઈ હોસ્પિટલ નથી. ૨૦૦ કિમી દૂર હોસ્પિટલ હોવાથી કોઈ ઈમર્જન્સી વખતે હવાઈ માર્ગે જવાની ફરજ પડે છે.આ વિસ્તારમાં આરોગ્ય, માર્ગ પરિવહન અને ભોજનની સુવિધા અંગે ભારે સમસ્યા છે તેમાંયે આરોગ્યલક્ષી સેવાના અભાવે કેટલીક વાર અમુક લોકોનાં મોત પણ થઈ જાય છે.

Related posts

સ્પુતનિકના એક ડોઝ માટે ૧,૦૦૦ ચૂકવવા પડશે

editor

આઇએસઆઇએસના નિશાના પર છે ભારત

editor

सरकारी बैंकों में और पूंजी डालने की घोषणा नहीं करेगी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1