Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચાર્લ્સ શોભરાજને હાર્ટની બીમારી : શનિવારે વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી

નેપાળની એક જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલ અને દુનિયાભરમાં ‘બિકિની કિલર’ના નામથી ઓળખાતા અપરાધી ચાર્લ્સ શોભરાજને હૃદયરોગની ગંભીર બીમારી છે અને શનિવારે કાઠમંડુની એક હોસ્પિટલમાં તેની ઓપન હાર્ટ સર્જરી થનાર છે. ૨૦૦૩માં કાઠમંડુના એક કેસિનોમાંથી ચાર્લ્સ શોભરાજની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાં એક હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.૭૩ વર્ષના ચાર્લ્સ શોભરાજની પેરિસમાં હાર્ટ સર્જરી માટે સજામાં છૂટછાટ મળે એવી તેની માગણી છે.
શોભરાજ ફ્રાન્સનો નાગરિક છે. થોડા દિવસ પહેલાં શોભરાજને જેલમાં જ હાર્ટએટેક આવ્યો હતો અને હવે કાઠમંડુ સ્થિત ગંગાલાલ હાર્ટ સેન્ટરમાં શનિવારે તેની વાલ્વ રિપ્લેસમેન્ટ (ઓપન હાર્ટ સર્જરી) થનાર છે.ચાર્લ્સ શોભરાજની સારવાર કરી રહેલા ડોક્ટરોનું માનવું છે કે શોભરાજની હાલત ગંભીર છે અને તેના પર તત્કાળ વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કરવાની જરૂર છે અને તેથી ૧૦ જૂને તેની સર્જરી કરવામાં આવશે. ચાર્લ્સ શોભરાજ વિયેતનામ અને ભારતીય મૂળનો સિરિયલ કિલર છે.

Related posts

लातेहार में नक्सली हमला : 4 जवान शहीद

aapnugujarat

चीन ने भारतीय जमीन पर कब्जा किया : चौधरी

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો થવો જોઈએ : આરબીઆઇ ગવર્નર

editor

Leave a Comment

UA-96247877-1